Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના 367 નવા કેસ નોધાયા,4 દર્દીઓના થયા મોત

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 367 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 3925 પર પહોંચી ગયો છે

રાજ્યમાં આજે કોરોનાના 367 નવા કેસ નોધાયા,4 દર્દીઓના થયા મોત
X

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 367 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 3925 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 36 લોકો વેન્ટીલેટર પર છે. 3889 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1206445 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10906 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 4 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 157, વડોદરા કોર્પોરેશનમાં 56, વડોદરા 31, બનાસકાંઠા 14, ગાંધીનગર કોર્પોરેશન 12, આણંદ 8 , ભરુચ 7, દાહોદ 7, પાટણ 7, તાપી 7, સાબરકાંઠા 6, રાજકોટ 5, સુરત કોર્પોરેશન 5 કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે 902 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.79 ટકાએ પહોંચ્યો છે. આજે 11,86,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 4 લોકોના મોત થયા છે. વડોદરા કોર્પોરેશન 2, ભરુચ 1, પોરબંદર 1 કોરોના દર્દીનું મોત થયું હતું.

અત્યાર સુધીમાં કુલ 1,20,6445 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.79 ટકાએ પહોંચી ચુક્યો છે.

Next Story