Connect Gujarat
ગુજરાત

મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી પીડિત મહિલાઓની સાચી સહેલી : "181" અભયમ મહિલા હેલ્પ લાઇન

મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી પીડિત મહિલાઓની સાચી સહેલી : “181” અભયમ મહિલા હેલ્પ લાઇન

મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી પીડિત મહિલાઓની સાચી સહેલી : 181 અભયમ મહિલા હેલ્પ લાઇન
X


નિતનવી પહેલ કરવામા આગવુ સ્થાન ધરાવતા ગુજરાત રાજ્યમાં તા. ૮મી માર્ચ ૨૦૧૫, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજથી ૧૮૧-અભયમ મહિલા હેલ્પ લાઈનની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યની મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા, તેમજ મુશ્કેલ પરિસ્થિતિમાં તાત્કાલીક ધોરણે બચાવ, રાહત, મદદ અને સલાહ પુરી પાડવા ઉપરાંત, સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની જાણકારી સરળતાથી મળી રહે તે માટે, ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ, અને GVK EMRI દ્વારા સંયુક્ત રીતે કાર્યરત ૧૮૧-અભયમ મહિલા હેલ્પ લાઈનની સફળ કામગીરીની, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે છણાવટ કરીએ, તો તે પ્રાસંગિક લેખાશે...


આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવતા ૧૮૧ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યુ છે કે, ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇન, ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણમાં ખૂબ અગત્યની સેવા તરીકે સાબિત થઇ રહી છે. આ ઇમરજન્સી સેવા થકી કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી, મુઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી, પિડીત મહિલાઓને યોગ્ય માર્ગદર્શન સાથે જરૂરી મદદ પુરી પાડવામાં આવતી હોઈ, ગુજરાતની મહિલાઓમા અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત થવા પામ્યો છે. ૨૪/૭ કાર્યરત રહેતી ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરહના કરતા તેમણે જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ ચૂકેલી આ સેવાને, દિવસે દિવસે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા, અને સશક્તિકરણની દિશામાં ગુજરાતે શ્રેષ્ઠ ગુણવત્તાનુ આદર્શ રાજ્ય બનવા તરફ પ્રયાણ કર્યું છે. ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇનની ખાસ વિશેષતાઓ એ છે કે, મહિલાઓ સામે થતી ઘરેલુ કે, અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ધટના સમયે, તાત્કાલિક બચાવ રાહત અને સલાહ, સુચનની કામગીરી હાથ ધરી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાઓને તાત્કાલિક મદદ પુરી પાડવામાં આવે છે. પિડીત મહિલાને જરૂર પડ્યે ટૂંકા અને લાંબા ગાળાનુ કાઉન્સેલિંગ પૂરુ પાડતી આ વિનામૂલ્યે સેવાનો લાભ, સને ૨૦૧૫થી ૨૦૨૧ દરમિયાન ૯ લાખ ૭૬ હજાર જેટલી જરૂરિયાતમંદ મહીલાઓએ સર્વિસ કોલ કરીને મેળવ્યો છે. જેમાં અતિગંભીર ઘટનાઓ અને કટોકટી સમયે બે લાખ જેટલા કિસ્સાઓમા સ્થળ પર પહોચી, રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યુ હતું. અન્ય કીસ્સાઓમાં જરૂરિયાત મુજબ પારિવારિક સમાધાન, અથવા સરકારની અન્ય એજન્સીઓમાં આશ્રય માટેના પ્રયત્નો સાથે, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Next Story