Connect Gujarat
ગુજરાત

સેલ્ફી બની જીવલેણ,દીવના નાગવા બીચ પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન પાણીમાં ગરકાવ

આજના મોબાઈલ ના યુગમાં સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે

સેલ્ફી બની જીવલેણ,દીવના નાગવા બીચ પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન પાણીમાં ગરકાવ
X

આજના મોબાઈલ ના યુગમાં સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે આવો જ બનાવ દીવના નાગવા બીચ પર બન્યો હતો સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન દરિયામાં ગરક થઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.

સુત્રાપાડા જીએચસીએલ કંપનીમાં નોકરી કરતા 6 મિત્ર રજા હોવાથી કાર લઈને દીવ ફરવા માટે આવ્યા હતા અને બપોરના 4 વાગ્યાની આસપાસ નાગવા બીચ નજીક આવેલા ખડકની ટેકરી પરથી સમુદ્રનાં મોજાં સાથે સેલ્ફી લઈ રહ્યા હતા. એ દરમિયાન અચાનક જ ઊંચું મોજું ઊછળતાં દુર્ગા પ્રસાદ વેકતરાવ ઘેરીડી (ઉં.વ.38) રહે. આંધ્રપ્રદેશ દરિયાના પાણીમાં ગરક થઈ ગયો હતો.અચાનક મિત્ર પાણીમાં ડૂબી જતા સ્થાનિક તંત્રને જાણકારી આપવામાં આવી હતી અને જાણ થતાં નાગવા બીચની સ્પીડ બોટ અને ફાયર સ્ટાફની મદદથી આ યુવાનને દરિયાના પાણીમાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરાયો હતો.આ બનાવની જાણ મૃતકની પત્નીને કરવામાં આવી હતી. મૃતક યુવાનને બે બાળક પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે પિતાની છત્રછાયાં ગુવામતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. મૃતક યુવાન સુત્રાપાડા ખાતે નોકરી કરેતો હતો પણ રજા હોવાથી ફરવા દીવ પોહ્ચ્યા હતા.

Next Story