Connect Gujarat
ગુજરાત

તલોદ પાસે પત્ની અને સંબંધી સાથે ઉભેલાં યુવાનનું કારની ટકકરે મોત

મોડાસાથી અમદાવાદને જોડતાં હાઇવે પર તલોદ નજીક આવેલાં નવાવાસ ગામ પાસે પત્ની અને સંબંધી સાથે ઉભેલા યુવાનને કારના ચાલકે ટકકર મારતાં તેનું સ્થળ પર જ મોત થયું છે

તલોદ પાસે પત્ની અને સંબંધી સાથે ઉભેલાં યુવાનનું કારની ટકકરે મોત
X

મોડાસાથી અમદાવાદને જોડતાં હાઇવે પર તલોદ નજીક આવેલાં નવાવાસ ગામ પાસે પત્ની અને સંબંધી સાથે ઉભેલા યુવાનને કારના ચાલકે ટકકર મારતાં તેનું સ્થળ પર જ મોત થયું છે જયારે તેની પત્ની અને સંબંધીને ગંભીર હાલતમાં હિમંતનગરના દવાખાને ખસેડવામાં આવ્યાં છે.

મોડાસા- અમદાવાદ રાજ્ય ધોરી માર્ગ ઉપરના તલોદ તાલુકાના નવાવાસ ગામના મુખ્ય રોડ માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ નજીક સીમલીયાના રહેવાસી સંજયસિંહ ચૌહાણ, તેમના પત્ની પિંકીબેન અને સંબંધી ગીતાબેન બાઇક લઇને ઉભા હતાં. તે સમયે હાઇવે પર પુરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર ત્રણેય જણ પર ફરી વળી હતી. ગંભીર ઇજાના પગલે સંજયસિંહનું સ્થળ પર જ મોત થયું હતું જયારે પીંકીબેન અને ગીતાબેનને સારવાર માટે હીંમતનગર ખસેડવામાં આવ્યાં છે.

ઘટનાની જાણ થતાં સીમલીયા તથા નવાવાસના સરપંચ ,પોલીસ અને લોક ટોળાં ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાર એટલી સ્પીડમાં હતી કે પેટ્રોલપંપના પ્રવેશદ્વારની પાકી દીવાલ પણ તોડી નાંખી હતી. કાર ચાલકની ગફલત અને બેદરકારીને કારણે આ જીવલેણ ઘટના બની છે. મૃતક સંજયસિંહ કોઈક કામ સર બાઈક લઈને તેની પત્ની તથા સંબંધી મહિલા સાથે બહારગામ જવા નીકળ્યો હતો. નવાવાસ પંપ આગળ ટાયર પંચરના ગલ્લા આગળ જ કોઇ વાંક વિના તેને મોત મળી ગયું હતું.

Next Story