Connect Gujarat
ગુજરાત

અદાણી ઇન્ફ્રાએ અમદાવાદ-મહેસાણા, વડોદરા-હાલોલ હાઇવેનું સંચાલન હાથમાં લીધું

અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ પેટા કંપની ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ના માધ્યમથી આ બે માર્ગ હસ્તગત કરવામાં આવ્યા છે.

અદાણી ઇન્ફ્રાએ અમદાવાદ-મહેસાણા, વડોદરા-હાલોલ હાઇવેનું સંચાલન હાથમાં લીધું
X

અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડે મેક્વાયર એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પાસેથી વડોદરાથી હાલોલને જોડતા સ્ટેટ હાઈવે ૮૭નો સ્ટેટ હાઈવે ૮૭નો ૩૧.૭ કિલોમીટરનો પટ્ટો અને તેમ જ અમદાવાદથી મહેસાણાને જોડતા સ્ટેટ હાઈ-વે ૪૧નો ૫૧.૬ કિલોમીટરનો પટ્ટે હસ્તગત કર્યો છે.કંપની દ્વારા રૂ.૩૧૧૦ કરોડના ખર્ચે આ બંને માર્ગ હસ્તગત કરવામાં આવી રહ્યા છે અને હવેથી કંપની સંચાલન કરશે અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ પેટા કંપની ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ના માધ્યમથી આ બે માર્ગ હસ્તગત કરવામાં આવ્યા છે.

આ માર્ગનો ૨૬.૮ ટકાા હિસ્સો આઈ એલ એન્ડ એફ એસ પાસે છે. બાકીનો હિસ્સો ગુજરાત સરકારના હાથમાં છે. આ જ રીતે એઆરટીએલ આન્ધ્રપ્રદેશ સ્ટેટ ટોલ રોડ્સ પોર્ટફોલિયોના ૧૦૦ ટકા હિસ્સો પણ હસ્તગત કરશે. એઆરટીએલના દેશના ૧૦ રાજ્યોમાં હાઈ વેનો બિઝનેસ છે. કંપની ૪૧૦૦૦ કરોડના મૂલ્યના ૮ હાઈબ્રિડ એન્યુઈટી મોડથી ચાલતા, ૫ બીલ્ટ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરની કન્ડિશન થી ચાલતા તેમજ ટોલ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરની શરતે ચાલતા એક રોડનો પોર્ટફોલિયો ધરાવે છે.

Next Story
Share it