Connect Gujarat
ગુજરાત

AGL સતત ત્રીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન ચાલુ, મોટા પ્રમાણમાં બેનામી હિસાબો સામે આવે તેવી શક્યતા

રાજ્યમાં ITએ સતત ત્રીજા દિવસે AGL કંપની માં સર્ચ કર્યું હતું. જેમાં વધુ 5 કરોડની રકમ મળી આવી છે.

AGL સતત ત્રીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન ચાલુ, મોટા પ્રમાણમાં બેનામી હિસાબો સામે આવે તેવી શક્યતા
X

રાજ્યમાં ITએ સતત ત્રીજા દિવસે AGL કંપની માં સર્ચ કર્યું હતું. જેમાં વધુ 5 કરોડની રકમ મળી આવી છે. સાથે જ ફાઈનાન્સર સંકેત, રુચિત, દીપક શાહને ત્યાંથી 10 કરોડ મળ્યા હતા અને સુરતના શેર બ્રોકર ચિરાગ મોઢને ત્યાંથી 4 કરોડની રોકડ મળી હતી. જેથી ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ મળેલી રકમ અંગે વિગતો મેળવી રહી છે. ઉપરાંત રોકડ રકમ માટેના વ્યવહાર અંગેની માહિતી પણ એકત્રિત કરાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યના 40 સ્થળોએ ઈન્કમ ટેક્સ કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં સેજલ શાહ ના ઘર અને ઓફિસ બન્ને સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું છે. ઈન્કમ ટેક્સ વિભાગ હવે ડેટા એનાલિસિસ અને ડોક્યુમેન્ટ્સ ના આધારે આગળની તપાસ હાથ ધરશે. સાથે આગામી દિવસોમાં લોકર્સની તપાસ પણ કરવામાં આવશે.

અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ IT વિભાગે ગઇ કાલે AGL Tiles કંપની સહિત એક સાથે 35 થી 40 જગ્યાએ દરોડા પાડ્યા હતાં. ત્યારે આજે પણ AGL કંપની માં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત ધોરણે શરૂ છે. ફાઈનાન્સર સંકેત શાહ, રુચિતા શાહ અને દીપક શાહને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેજલ શાહને ત્યાં પણ IT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. નારાયણ નગર પાલડી ખાતેની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. બીજી બાજુ પરિવાર સભ્ય કમલેશ પટેલ, મુકેશ, ભાવેશ અને સુરેશ પટેલને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી. કંપનીની અમદાવાદ, મોરબી, હિંમતનગર અને સુરત ઓફિસ પર પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અદાણી શાંતિગ્રામ ખાતે AGL માલિકના રહેઠાણ પર પણ તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદની 30 જગ્યાએ સર્ચ ઓપરેશન સતત બીજા દિવસે ચાલુ છે. IT ની રેડમાં ITને અત્યાર સુધી 10 કરોડ કેસ અને 12 લોકરો મળી આવ્યા છે. 200 ઇન્કમટેક્સના અધિકારીઓ રેડમાં લાગેલા છે. કમલેશ પટેલની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ એ ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ બનાવતી કંપનીઓ માની એક છે. મળતા અહેવાલ મુજબ, તપાસના અંતે હજુ પણ મોટા પ્રમાણમાં બેનામી હિસાબો સામે આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે

Next Story