Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઇ કરનાર નકલી પોલીસ અધિકારી ઝડપાયો

અમદાવાદમાં કારંજ પોલીસે ક્રાઇમ બ્રાંચના અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઈ આચરનાર આરોપીને ઝડપી પડ્યો છે.

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઇ કરનાર નકલી પોલીસ અધિકારી ઝડપાયો
X

અમદાવાદમાં કારંજ પોલીસે ક્રાઇમ બ્રાંચના અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઈ આચરનાર આરોપીને ઝડપી પડ્યો છે. જેમાં નોકરી ઈચ્છુક યુવાનોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી પૈસા મેળવી લઈ નોકરી નહિ આપી ઠગાઈ કરી છે. કારંજ પોલીસે ફરિયાદ નોંધી ઠગ આરોપીની ધરપકડ કરી છે.રવીન્દ્ર સિંહ સોલંકી પોતે ક્રાઇમ બ્રાંચનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપી નોકરી ઈચ્છુક યુવકો સાથે છેતરપિંડી આચરી છે..આરોપી રવીન્દ્રસિંહ મહંમદ કાસિમ વ્હોરા સાથે લાલાદરવાજા સરદારબાગ માં મળ્યો હતો..ત્યાં રવીન્દ્રસિંહ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકે ઓળખ આપી હતી..અને કહ્યું કે તમારે હોમગાર્ડ માં નોકરી લેવી હોય તો કહેજો.

આરોપી રવિન્દ્ર સોલંકી ફરિયાદ યુવક મહંમદ કાસિમ નોકરી મેળવવા માટે ના પાડી હતી.જે બાદ આરોપી રવીન્દ્રસિંહ ફોન કરી મહંમદ કાસિમ કહ્યું હતું કે લાલ દરવાજા સેશન્સ કોર્ટમાં પટાવાળા ની બે નોકરી આવી છે જેથી ડોક્યુમેન્ટ અને બે હજાર રૂપિયા મોકલી દો. આમ કરી 4 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા હતા.આમ કરી અલગ અલગ નોકરી અપાવવાના બહાને આરોપી રવીન્દ્રસિંહ 7 જેટલા યુવાનો પાસે 42 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જેની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી દીધી છે. આરોપી રવીન્દ્રસિંહ પોલીસની પીસીઆર માં બે ડ્રાઇવર તરીકે નોકરી જગ્યા ખાલી પડી હોવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી મહંમદકાસીમએ મિત્રવર્તુળમાં પણ કહ્યું હતું. જેમાં યુનિફોર્મ, બુટ મોજા અને ટોપી પેટે 2300 રૂપિયા તથા બીજા 2500 રૂપિયા ભરવા પડશે. જેથી પાંચ લોકો પૈસા ભર્યા હતા જે પછી નોકરી શરૂ ક્યારથી કરવાનું પૂછતાં ઉધોગ ભવન નો ખોટો જોઇનિંગ લેટર બનાવી મોકલ્યો હતો. આ બાબતની જાણ ફરિયાદીને થતા તેને તરત જ કારંજ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોધાવી હતી. જેમાં આરોપીને પકડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story