Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: પાણીની ટાંકીમાંથી મળી યુવતીની લાશ, કટર મશીનથી ટાંકી કાપવી પડી

અમદાવાદ: પાણીની ટાંકીમાંથી મળી યુવતીની લાશ, કટર મશીનથી ટાંકી કાપવી પડી
X

અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં આવેલ મોહન એસ્ટેટમાં એક યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર આવી ગયો હતો. મોહન એસ્ટેટમાં ત્રીજા માળે ધાબા પર પાણીની પ્લાસ્ટિકની ટાંકીમાં યુવતીની લાશ મળી આવી હતી. લાશ પાણીની ટાંકીમાંથી બહાર કાઢી શકાય તેમ શક્ય ન હતું. જેથી પોલીસે ફાયર બ્રિગેડની મદદ માંગી હતી. ફાયરના જવાનોએ લાશને બહાર કાઢવા માટે કટર મશીન વડે ટાંકીને કાપવામાં આવી હતી. પ્રાથમી દ્રષ્ટિએ જોતાં પોલીસને આ બનાવ હત્યાનો લાગી રહ્યો છે. ત્યારે હાલ તો પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે.

મળતી માહિતી આનુસાર, આસપાસના લોકોએ તીવ્ર દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા પાણીની ટાંકીમાંથી એક યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસને આશંકા છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. આ મામલે જાણ થતાં ખોખરા પોલીસ ઈન્સ્પેકટર વાય એસ ગામિતની સાથેનો કાફલો ઘટના પર દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.

જોકે, પાણીની ટાંકીમાંથી લાશને બહાર કાઢવી ખૂબ મુશ્કેલ હતી. આ માટે પોલીસે ફાયરના જવાનોની મદદ લીધી હતી. ફાયર વિભાગના જવાનોએ ઝાડ કાપવાના મશીનથી પાણીની ટાંકીને કાપીને લાશને બહાર કાઢી હતી. પાણીમાં લાશ એટલી કોહવાયેલી હતી કે દુર્ગંધથી માથું ફાટી જાય.

મહત્વનુ છે કે, પોલીસે જણાવ્યા અનુસાર આ બનાવ ત્રણેક દિવસ પહેલાનો હોવો જોઈએ. એટલે કે યુવતીની હત્યા ત્રણ દિવસ પહેલા કરવામાં આવી હોઈ શકે છે. પોલીસે યુવતીની ઓળખ કરવા અને હત્યાનું કારણ જાણવા સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીની ઓળખ કરવા માટે ગારમેન્ટમાં કામ કરતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. બનાવને પગલે ઘટના સ્થળે લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. આ મામલે ACPનું કહેવું છે કે હાલ હત્યાનો બનાવ હોય તેવું લાગી રહ્યું છે. સાચી હકીકત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.

Next Story