Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: નરોડા- દહેગામ રોડ પર આવેલ ફેક્ટરીમાં આગ,14 ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો

અમદાવાદ: નરોડા- દહેગામ રોડ પર આવેલ ફેક્ટરીમાં આગ,14 ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો
X

અમદાવાદના નરોડા- દહેગામ રોડ આવેલી ફેકટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટનાને પગલે ફાયરબ્રિગેડ 14 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. લાકડાની વસ્તુઓના કારણે આગ વધુ ફેલાઈ હતી અને ભારે નુકસાન થયું હતું.

આગના પગલે પહેલાં 10 જેટલા અને બાદમાં વધુ 4 એમ કુલ 14 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડાવવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની મદદથી લાકડાની ફેક્ટરીમાં લાગેલી આગને એકાદ કલાક કાબૂમાં લઈ લેવામાં આવી હતી લાકડાની પ્લેટ હોવાના કારણ ફેક્ટરીમાં આગ વધુ ફેલાઈ હતી અને શેડને નુકસાન થયું હતું. જો કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી અને આગને ઝડપથી કાબૂમાં લઈ લીધી હતી.

Next Story