Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ધર્મ પરિવર્તનમાં અમદાવાદમાં સૌથી વધુ અરજી,સરકારે વિધાનસભામાં આપ્યા આંકડા

દેશમાં ધર્મ પરિવર્તન ને લઈને આજકાલ ઘણી ચર્ચા ચાલી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કન્વર્ઝન રેટ વધતો હોવાની ફરિયાદ પણ થઈ રહી છે.

રાજ્યમાં ધર્મ પરિવર્તનમાં અમદાવાદમાં સૌથી વધુ અરજી,સરકારે વિધાનસભામાં આપ્યા આંકડા
X

દેશમાં ધર્મ પરિવર્તન ને લઈને આજકાલ ઘણી ચર્ચા ચાલી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કન્વર્ઝન રેટ વધતો હોવાની ફરિયાદ પણ થઈ રહી છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અને ખાસ તો અમદાવાદમાં કેવી સ્થિતિ છે તે જાણવા માટે એક અરજ ઊભી થઈ હતી સરકારે આ બાબતે વિધાનસભામાં જવાબ પણ આપ્યો અમદાવાદ શહેરમાં બે વર્ષમાં ધર્મ પરિવર્તનની 350 અરજી આવી હતી જેમાથી એક પણ મંજૂર થઇ ના હતી

ગુજરાત વિધાનસભા પ્રવક્તા અને દરિયાપુર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય એવા ગ્યાસુદ્દિન શેખ દ્વારા વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ગુજરાત સરકારના આંકડાઓ જાહેર કર્યા હતા જેમાં અમદાવાદ શહેરમાં આખા ગુજરાતમાં કેટલી અરજીઓ આવી તે અંગેની વિગતો જાહેર કરવામાં આવી હતી. ખુલાસામાં દર્શાવવામાં આવ્યું છે કે 2020 માં 94 અરજીઓ ધર્મપરિવર્તનની ગુજરાત રાજ્યમાં આવી હતી. અને 2021માં ધર્મ પરિવર્તન ની અરજી વધીને 256 નોંધાઈ હતી. કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગૃહમાં અ સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય એવા ગ્યાસુદ્દિન શેખ દ્વારા વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ગુજરાત સરકારે અમદાવાદમાં ધર્મપરિવર્તનની અરજીઓના આંકડા જાહેર કર્યા છે.

Next Story