Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્ષના ભૂમિપૂજનની તૈયારીઓને આખરી ઓપ, ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત...

નારણપુરામાં વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનશે અમિત શાહ 29 મી મેના રોજ અમદાવાદ આવશે દેશના ગૃહમંત્રી જાહેર જનતાને સંબોધન પણ કરશે

X

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનવા જઇ રહ્યું છે. ત્યારે ભૂમિપૂજન માટે અમિત શાહ 29 મેના રોજ અમદાવાદ આવશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષના ભૂમિપૂજન કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનશે.નારણપુરાના વરદાન ટાવરની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેના ભૂમિપૂજન માટે અમિત શાહ 29 મેના રોજ અમદાવાદ આવશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષના ભૂમિપૂજન કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે, અમિત શાહ જાહેર જનતાને સંબોધન પણ કરવાના છે. અંદાજિત 284 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ છે તે પાર પાડવાની શક્યતા દર્શાવી છે. આ માટે એએમસી સૌથી વધુ કિંમત 600થી 700 કરોડની જમીન આ પ્રોજેક્ટ માટે ફાળવશે. ભૂમિપૂજન બાદ કામગીરી શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે તૈયારીઓને લઇને થોડા દિવસ પહેલા જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી.અહીં 06 બેડમિન્ટન કોર્ટ ,06 ટેબલ ટેનિસ 06 કેરમ ટેબલ 09 ચેસ સ્નુકર અને બિલિયર્ડસ 10 ટેબલ હશે તો સાથે જિમ સ્વિમિંગ પુલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે .

Next Story