Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: PAN કાર્ડ વગર રોકડ વ્યવહાર બદલ હોસ્પિટલો અને મંડપ ડેકોરેટર્સને આયકર વિભાગ દ્વારા નોટિસ ફટકારાય

અમદાવાદ સહિત રાજ્યભરમાં હોસ્પિટલ, મંડપ ડેકોરેટર્સ તેમજ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કેવાયસી કે પાન નંબર લીધા વગર કરેલા વ્યવહારોમાં ઈન્કમટેક્સ તપાસ શરૂ કરી

અમદાવાદ: PAN કાર્ડ વગર રોકડ વ્યવહાર બદલ હોસ્પિટલો અને મંડપ ડેકોરેટર્સને આયકર વિભાગ દ્વારા નોટિસ ફટકારાય
X

અમદાવાદ સહિત રાજ્યભરમાં હોસ્પિટલ, મંડપ ડેકોરેટર્સ તેમજ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કેવાયસી કે પાન નંબર લીધા વગર કરેલા વ્યવહારોમાં ઈન્કમટેક્સ તપાસ શરૂ કરી છે ઇન્કમટેક્સ વિભાગે પ્રાથમિક તબક્કે નોટિસ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો આ કરદાતાઓ રોકડના વ્યવહારો ની માહિતી નહીં આપી શકે કે રોકડ માં મોટાપાયે વ્યવહાર પકડાશે તો 200 ટકા દંડ ભરવો પડશે.

રાજ્યમાં તાજેતરમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જુદા જુદા હોસ્પિટલ, મંડપ ડેકોરેટર્સ તેમજ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ત્યાંથી મોટા પ્રમાણમાં રોકડના વ્યવહારો મળી આવ્યા છે. આવી હોસ્પિટલ, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને ડેકોરેટર્સ મોટા પ્રમાણમાં કેશ લીધી હોવાની ઈન્કમટેક્સની માહિતી મળી છે. સામાન્ય રીતે કોઇ વ્યક્તિ કેશ લે તો રોકડ રકમ આપનાર ના પાન નંબર હોવો જરૂરી છે ત્યારે જુદી જુદી તપાસમાં બહાર આવ્યું છે કે, હોસ્પિટલોએ મોટા પ્રમાણમાં કેસ કઇ બેંકમાં જમા કરાવી છે પરંતુ રોકડ પેમેન્ટ કરનાર વ્યક્તિ ના પાન નંબર કે કેવાયસી લીધા નથી. જેથી કેસ આપનાર વ્યક્તિની ઓળખ થઇ શકી નથી. પ્રસંગોમાં મંડપ ડેકોરેટર્સ પણ રોકડમાં વ્યવહાર કર્યા હોવાથી કેસ આપનારની ઓળખ થઇ શકી નથી. સામાન્ય રીતે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર દ્વારા રોકડ આપનાર વ્યક્તિ પ્રોપર કેવાયસી લીધા ન હોય તો રોકડ લેનાર વ્યક્તિ રોકડ રકમના 200 ટકા દંડ થઇ શકે છે આ બાબતે ઇન્કમ ટેક્સ વિભાગે એક ટીમ બનાવી છે જે તમામ પાસાનો અભ્યાસ કરી રહી છે

Next Story