Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : શહેરમાં લૂંટ, ફાયરિંગ અને ખંડણી જેવા અનેક બનાવોને અંજામ આપનાર મનીષ ગોસ્વામીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદ : શહેરમાં લૂંટ, ફાયરિંગ અને ખંડણી જેવા અનેક બનાવોને અંજામ આપનાર મનીષ ગોસ્વામીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
X

અમદાવાદ શહેરમાં લૂંટ, ફાયરિંગ અને ખંડણી જેવા અનેક બનાવોને અંજામ આપનાર કુખ્યાત ગેંગ વિશાલ ગોસ્વામીના સાગરીત મનીષ ગોસ્વામીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી મનીષ ગોસ્વામીએ '48 કલાકમાં રૂપિયા આપો નહી તો જીવથી હાથ ધોવો પડશે' તેવી ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવી હતી.વર્ષ 2010 થી 2014 દરમિયાન અમદાવાદ, નવસારી અને મધ્યપ્રદેશમાં અપહરણ, હત્યા, લૂંટ, ચોરી સહિત 15 જેટલા બનાવો ને અંજામ આપ્યો હતો

કેટલાક સમય અગાઉ જ્વેલર્સ પર ઘાત સમાન બની બેઠેલા વિશાલ ગોસ્વામી ગેંગના સાગરિતો ફરી એક વખત શહેરમાં સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. વિશાલ ગોસ્વામી ગેંગનો સાગરીત મનીષ ગોસ્વામી જેલમાંથી બહાર આવતાની સાથે જ પોતાનો આતંક વર્તાવ્યો હતો. ચાંદખેડાના 22 વર્ષીય યુવકને ગત 7 તારીખના રોજ મનીષ ગોસ્વામી, અંકિત શાહ અને એક અજાણ્યા ઈસમે છરી બતાવી ધમકી આપી હતી. જે અંગે ચાંદખેડા પોલીસને જાણ થતાં પોલીસે 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આરોપીને શોધવા માટે કામે લાગી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળતા સુભાષ બ્રિજ નીચેથી આરોપી મનીષ ગોસ્વામીની ધરપકડ કરી છે. ગુનાની હકિકત પર નજર કરીએ તો 22 વર્ષીય ફરિયાદીએ શેર બજારમાં રોકાણ માટે આ ગુનાના આરોપી અંકિત શાહને ટુકડે ટુકડે 42 લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે આ રૂપિયા પરત માંગવામાં આવ્યા, ત્યારે અંકિતે રોકાણમાં નુકશાન ગયું હોવાનું જણાવી ફરિયાદી પાસેથી રૂપિયા 1.25 કરોડ ની માંગ કરી હતી, અને તે ન આપતા ફરિયાદીની દુકાને આવી 4 લાખની કિંમતના 12 ચેક પર બળજબરીથી સહી કરાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. અને જ્યારે અંકિતને રૂપિયા ન મળ્યા ત્યારે મનીષ ગોસ્વામીએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા

Next Story