Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: પર્યટન સ્થળ કાંકરીયામાં વેક્સિન વગર પ્રવાસીઓને નો એન્ટ્રી, 2 દિવસમાં 1500 લોકોને પાછા મોકલાયા

અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર સ્થળો, કચેરીઓમાં વેક્સિન સર્ટી નહીં બતાવનાર લોકોને

અમદાવાદ: પર્યટન સ્થળ કાંકરીયામાં વેક્સિન વગર પ્રવાસીઓને નો એન્ટ્રી, 2 દિવસમાં 1500 લોકોને પાછા મોકલાયા
X

અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર સ્થળો, કચેરીઓમાં વેક્સિન સર્ટી નહીં બતાવનાર લોકોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જે લોકો વેક્સિન સર્ટી બતાવે તે લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે શહેરમા વેકેશનમાં કાંકરિયા પરિસરમાં હજારો પ્રવાસીઓ આવી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા વેક્સિન સર્ટી જોઈને જ તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કાંકરિયામાં છેલ્લા બે દિવસમાં વેક્સિન સર્ટિફિકેટ વિના પ્રવેશ કરતાં 1557 લોકોને પાછા ધકેલવામાં આવ્યા હતાં.કાંકરિયા તળાવમાં સવારે મોર્નિંગ વોક માં આવતા લોકો પાસે પણ જો બે ડોઝ લીધાનું સર્ટી ન હોય તો તેના પણ પ્રવેશ આપવામાં આવતો નથી.કાંકરિયા પરિસરમાં પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, બટર ફ્લાય, મ્યુઝિકલ ફાઉન્ટેન, લેઝર શો, નોકટર્નલ ઝૂ, હોરર હાઉસ, પાણીનો બબલ, બોટિંગ, બાળકોની રાઇડ્સ, કીડસ સિટી વગેરે નજરાણા શહેરીજનો માટે આકર્ષણના કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને બહારના જિલ્લા, અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ મુલાકાતે આવતા હોય છે. આ સ્થિતિમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાનું ફરજિયાત બનાવાયું છે દિવાળી પછી કોરોનાના કેસ વધતા હવે કોરોના રસીના બે ડોઝ લીધા હોય તેવા લોકોને જ કાંકરિયા પરિસરમાં પ્રવેશ આપવાનો સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે. આજ કારણોસર બુધવારે 753 અને ગુરૂવારે 804 લોકોને કાંકરિયા પરિસરમાં પ્રવેશ અપાયો નહતો. તમામ સાત ગેટ પર ટિકિટ લેતી વખતે બે ડોઝ લીધા સર્ટી ફરજિયાત માંગવામાં આવે છે. રસીના બંને ડોઝ લીધા હોય તો જ પ્રવેશ અપાય છે. સવારે મોર્નિંગ વોક માં મોટી સંખ્યામાં લોકો ચાલવા આવતા હોય છે. ત્યારે પણ બે ડોઝ લીધાના સર્ટિફિકેટ માંગવામાં આવે છે. નહીં તો લોકોને પાછા મોકલવામાં આવે છે આમ એએમસી ના કડક ચેકીંગથી ફફડાટ વ્યાપી ગયો છે

Next Story
Share it