Connect Gujarat
ગુજરાત

ગુજરાતના હાઈવે પર વાયુસેનાની હુંકાર : રાજકોટ-સુરત સહિત અહીં બનશે એરસ્ટ્રીપ, જાણો સમગ્ર પ્લાન

ગુજરાતના હાઈવે પર વાયુસેનાની હુંકાર : રાજકોટ-સુરત સહિત અહીં બનશે એરસ્ટ્રીપ, જાણો સમગ્ર પ્લાન
X

ઈમરજન્સીમાં ફરી રેસ્ક્યૂ રાહત અને રેસ્ક્યૂ કરવા માટે નેશનલ હાઈવેને લેન્ડિંગ એર સ્ટ્રિપમાં બદવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કુલ 28 જેટલી લોકેશન છે. જ્યા નેશનલ હાઈવે પર એર ફોર્સ દ્વારા લેન્ડિંગ કરવામાં આવશે. આ બધાજ હાઈવેની બાંધકામ કઈક એવી રીતે કરવામાં આવ્યું છે જ્યા મોટા મોટા ફાઈટર એરક્રાફ્ટથી લઈને વિમાન ઉતારવામાં આવશે.

સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે આંધ્રપ્રદેશમાં આ એર સ્ટ્રીપ તૈયાર થઈ ચુકી છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો રાજકોટના દતરાના પાસે એર સ્ટ્રીપનું ટેન્ડર પાસ થઈ ચુક્યું છે. દ્વારકા માલ્યામાં વર્ક ઓર્ડર થઈ ગયો છે. પરંતુ જમીન અધિગ્રહણ ન થવાને કારણે કામ હજું સુધી નથી થઈ શક્યું .ભુજ-અંજારના માર્ગ પર સાઈટ વિઝીટ થવાની છે. તેજ રીતે સુંરત-મુંબઈના માર્ગ પર પણ સાઈટ વિજિટ થવાની છે.

રાજસ્થાનના જાલૌરમાં ગુરુવારે બાડમેર હાઈવે પર સ્પેશિયલ એયરસ્ટ્રિપની શરૂઆત થઈ ગઈ છે. પાકિસ્તાનની સીમાને અડીને આવતા સુખાઈ અને જગુઆર જેવા લડાકુ વિમાનોએ અહીયા પોતાનો દમ દાખવ્યો અને અહીયા હાઈવે પર વાયુસેના દ્વારા લેન્ડિંગ કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને રક્ષા મંત્રી રાજનાથસિંહની હાજરીમાં આની શરૂઆત કરવામાં આવી છે.

ખાસ વાત એ છે કે બંનં મંત્રીઓ વાયુસેનાના સ્પેશિયલ વિમાનથી આજ એરસ્ટ્રિપ પર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ એરસ્ટ્રિપ પાકિસ્તાન બોર્ડરથી માત્ર 4 કિમી દૂર છે. જેથી ભવિષ્યમાં આ એરસ્ટ્રિપ આપણાને ઘણી કામ લાગી શકે છે. ઉપંરાત અહ્યા ચાર એરક્રાફ્ટ પાર્ક કરવાની પણ સુવિધાઓ છે.

Next Story