Connect Gujarat
ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ એ.કે.રાકેશને સોંપવામાં આવ્યો, આસિત વોરાએ આપ્યું છે રાજીનામું…

ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ એ.કે.રાકેશને સોંપવામાં આવ્યો છે.

ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ એ.કે.રાકેશને સોંપવામાં આવ્યો, આસિત વોરાએ આપ્યું છે રાજીનામું…
X

ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ એ.કે.રાકેશને સોંપવામાં આવ્યો છે. ગઈકાલે આસિત વોરાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેથી હવે તેમનો ચાર્જ એ.કે.રાકેશને આપવામાં આવ્યો છે.

ગત રોજ ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ ચેરમને આસિત વોરાએ રાજીનામું આપ્યું હતું. પીપર લીક કાંડને લઈને તેમની સામે ઘણા ગંભીર સવાલો ઉઠ્યા હતા. જોકે, હવે આજે સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ એ.કે.રાકેશને સોંપવામાં આવ્યો છે. આસિત વોરા રાજીનામું આપ્યાના તુરંત બીજા દિવસે તેમને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. ઓગસ્ટમાં વિદાય કરવામાં આવેલી રૂપાણી સરકારના કથિત વ્હાલાઓની વિદાયનો તખ્તો કેટલાક વખતથી ગોઠવાયો હતો.

તેમાં પણ પેપર લીક કાંડ પછી રાજ્યમાં ભાજપ સરકાર પર અસિત વોરાને છાવરવાના આરોપ લાગી રહ્યા હતા, ત્યારે રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થતા જ ગૃહ વિભાગમાં પારદર્શિતા અને ઝડપી ન્યાયની છાપ એકદમ ઉપસી આવી છે. એટલામાં જ હેડ કલાર્ક પરીક્ષાના પેપર ફૂટ કાંડમાં છેક પ્રિન્ટર્સ સુધી રેલો પહોંચ્યો હતો. આમ છતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું તત્કાલ રાજીનામું નહીં લેવાયું. સવાલો ત્યારથી ઉઠવા માંડ્યા કે, 'આટ-આટલું થયા પછી પણ સરકાર રાજીનામું ન લઈ શકી ? કે, હટાવી ન શકી ? પણ આખરે ગતરોજ આસિત વોરાએ રાજીનામું આપ્યું હતું

Next Story