Connect Gujarat
ગુજરાત

અમરેલી : નેસડી ગામે બળદગાડા સાથે નીકળેલો ભવ્ય વરઘોડો બન્યો આકર્ષણનું કેન્દ્ર...

હાલમાં લગ્નની સિઝનનો માહોલ બરાબર જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે બળદગાડા સાથે નીકળેલો વરઘોડો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

અમરેલી : નેસડી ગામે બળદગાડા સાથે નીકળેલો ભવ્ય વરઘોડો બન્યો આકર્ષણનું કેન્દ્ર...
X

હાલમાં લગ્નની સિઝનનો માહોલ બરાબર જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે બળદગાડા સાથે નીકળેલો વરઘોડો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

નેસડી ગામે 10 જેટલા બળદગાડા અને 10 ઘોડીઓ સાથે બજારમાં નીકળેલા વરઘોડાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. નેસડી ગામમાં 20 વર્ષ સુધી સરપંચ પદે રહીને નેસડીનો ખૂબ જ વિકાસ કરનાર હિંમત ગેવરીયાના લાડકવાયા ચિરંજીવી પુત્ર જયદીપકુમારના લગ્ન પ્રસંગે નીકળેલા ભવ્ય વરઘોડાએ ભાતીગળ સંસ્કૃતિને જીવંત કરી હતી. ગાડાઓ માફા અને ભરત ભરેલા તોરણ સાથે, જ્યારે બળદને માથે ભરેલા શીંગડા, ઝૂલ, મોરા અને ઘૂઘરાથી શણગારેલા જોવા મળ્યા હતા, ત્યારે તાલીમબધ્ધ ઘોડીઓએ શાહી વરઘોડામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. વરરાજાનાના પરિજનોએ જણાવ્યું હતું કે, બસ અને મોટરમાં તો ઘણા વરઘોડા નીકળે છે. પણ અમારા દીકરાનો વરઘોડો ખેડૂતોની જૂની પરંપરા મુજબ બળદગાડામાં કાઢ્યો હતો. ખરેખર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વરઘોડાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

Next Story