Connect Gujarat
ગુજરાત

અમરેલી : દારૂ પીવાની ના પાડતા પતીએ કરી પત્નીની કરપીણ હત્યા, હત્યારો પતિ પોલીસ સકંજામાં.

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના જાપોદર ગામે દારૂ પીવાની ના પાડતા પતીએ પત્નીની કરપીણ હત્યા કરી હતી.

અમરેલી : દારૂ પીવાની ના પાડતા પતીએ કરી પત્નીની કરપીણ હત્યા, હત્યારો પતિ પોલીસ સકંજામાં.
X

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના જાપોદર ગામે દારૂ પીવાની ના પાડતા પતીએ પત્નીની કરપીણ હત્યા કરી હતી. જોકે, રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, રાજુલા તાલુકાના જાપોદર ગામે ગત રાત્રીના અરસામા પત્નીએ તેના પતિને દારૂ પીવાની ના પાડતા પતિએ મનદુખ રાખી ઉશ્કેરાઇ જઈ પત્નીને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવી હતી. બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની વાત કરીએ તો, પતિને દારૂ પીવાની ટેવ હતી. જેને લઈને અવારનવાર પત્નીને માર મારી હેરાન કરતો હતો.

જોકે, પત્નીએ તેને દારૂ પીવાની ના પાડતા પતીએ તેનું મનદુખ રાખી હત્યા નિપજાવી હતી. હત્યાની ઘટના બાદ રાજુલા પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજુલા પોલીસ મથકના પી.આઈ. સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરાય હતી, ત્યારે ગણતરીના કલાકોમાં હત્યારા પતિ ભરત વાળાને ઝડપી પાડ્યો હતો. માતાની હત્યા થતા અને હત્યારો પતી જેલમાં જતા તેમના 6 સંતાનો નોધારા બન્યા છે.

Next Story