અમરેલી : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થી બહેનોને સહાયનું વિતરણ કરાય

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના કાર્યક્રમના ત્રીજા દિવસે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ગુજરાત રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
ચેરમેન મુળુ બેરાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની વિજય રૂપાણીની સરકારે બહેનોમાં રહેલા કૌશલ્યોનો ઉપયોગ કરી સ્વાવલંબી બને તે હેતુથી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ભરત કામ, મોતીકામ, ગૃહ ઉદ્યોગો જેવા વિવિધ નાના મોટા વ્યવસાયોમાં મહિલાઓને સાંકળી ગુજરાતની બહેનોને આત્મનિર્ભર બનાવવા રાજ્યની સરકાર કટિબદ્ધ છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓના વિકાસ માટે વિશેષ ભાર મૂકી સરકારમાં નવા મહિલા અને બાળ કલ્યાણ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. અને જેના કારણો અત્યંત સારા પરિણામો જોવા મળ્યા છે. મહિલાઓ હંમેશા નિર્ણાયક ભૂમિકામાં હોવા જોઈએ. આજે રાજ્ય સરકારની કોઈ પણ કચેરીમાં જઇએ તો મોટાભાગની મહિલાઓ પ્રતિનિધિત્વ કરતી જોવા મળે છે. રાજ્યની સરકારની કન્યા કેળવણી અને મહિલા અનામત જેવા અભૂપતપૂર્વં નિર્ણયોથી મહિલાઓને સમાજમાં વિશેષ સ્થાન મળ્યું છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારે નારી તું નારાયણીના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને અમરેલી નગરપાલિકાના પ્રમુખ બંને મહિલા છે. આમ આ સરકારે નારીને પ્રભુત્વ અને પ્રાધાન્ય આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ પ્રસંગે ચેરમેન સહિત મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ વિવિધ સખી મંડળોની બહેનોને ધિરાણના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીની વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો એનાયત કરવા આવ્યા હતા. સ્ટેજ ઉપરથી જ સંકલિત બાળ વિકાસ યોજના હેઠળના ત્રણ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ૧૦ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડોદરા ખાતેનો કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખા મોવલીયા, નગરપાલિકાના પ્રમુખ મનીષા રામાણી, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગૂરવ, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ભાવના ગોંડલીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અલ્કા ગોંડલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ, આરોગ્ય સમિતિના ચેરમેન, શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના વિવિઘ વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT