Connect Gujarat
ગુજરાત

અમરેલી : ખાંભાના લાપાળા ડુંગર પર લાગેલી આગ આખરે કાબુમાં આવી

અમરેલી જિલ્લાન ખાંભાના લાપાળા ડુંગર પર લાગેલી આગને કાબુમાં લેવા વનવિભાગને આશરે 20 કલાકની જહેમત ઉઠાવવી પડી

X

અમરેલી જિલ્લાન ખાંભાના લાપાળા ડુંગર પર લાગેલી આગને કાબુમાં લેવા વનવિભાગને આશરે 20 કલાકની જહેમત ઉઠાવવી પડી હતી, આગને મિતિયાલા અભયારણ્ય સુધી આગ ન પ્રસરે તે માટે ગઈ કાલ સાંજથી આજ દિન સુધી ફાયર ફાઇટર, વનવિભાગના ધારી, અમરેલી, શેત્રુજી ડિવિઝન સહિતના 300 જેટલા અધિકારી, કર્મીઓ સાથે સ્થાનિકો દ્વારા આખી રાત મહેનત કર્યા બાદ આગ પર મહદ અંશે કાબુ આવી ગયો છે.

જંગલમાં લાગેલી આગ મિતિયાલા અભયારણ્ય સુધી ન પહોંચે તેમાં તંત્ર સફળ સાબિત થયું હતું. જિલ્લા વહીવટી વડાની દેખરેખ નીચે વનવિભાગનો મસમોટો સ્ટાફ, ફાયર ઓફિસર, જિલ્લા પોલીસ વડા, વનવિભાગની મસમોટી ફૌજ આખી રાત કામે વળગી હતી. આગ તંત્રના જણાવ્યાનું સાર 230 હેકટરમાં લાગી હતી. ખાનગી માલિકીના ડુંગરો અને સરકારી ડુંગરો પર લાગેલી આગ બૃહદ ગીરના ગણાતા જંગલમાં લાગી હતી. છેક મિતિયાલા અભયારણ્ય સુધી આગની લપેટો પહોંચી હતી,

જ્યારે આખા ધારી ગીર પૂર્વ ડિવિઝનના ખાંભા વિસ્તારોમાં સૌથી વધારે સિંહોની આબાદી છે ને ખાંભા ગીરના જંગલ સાથે બૃહડના રેવેન્યુ જંગલમાં સિંહોનો વધુ પડતો વસવાટ હોય ત્યારે આગ હજુ પણ વધુ પ્રસરે તો મિતિયાલા જંગલમાં જાય તો અનેક વન્યપ્રાણીઓ મોત ને ભેટે તેવી દહેશત તંત્રમાં પણ ઉભી થયેલ હતી. સ્થાનિકોના જણાવ્યાનું સાર આગ આશરે 12 થી 15 કિલોમીટરના એરિયામાં લાગી હોવાનું જાણવા મળી રહ્યું હોય ત્યારે હાલ હજુ પણ ખૂણે ખાચરે આગની જવાળા ઓ લબકી રહી છે.

આ વિસ્તારના અનેક પંખીઓ અને સરીસૃપો આગની અગન જ્વાળામાં મોતને ભેટયા હશે તેવી લાગી રહ્યું છે જ્યારે આ વિસ્તારોમાં 1 સિંહણ બે સિંહબાળ અને 1 સિંહણ ને 3 સિંહબાળ સાથે રહેતી હતી તેને વનવિભાગે મહા મુસીબતે આગની લપેટમાં હોમાઈ ન જાય તેની સંપૂર્ણ કાળજી રાખી હતી ને બચાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે દર ઉનાળે લાગતી આ આગને ગુજરાતી દેશી ભાષામાં દવ કહે છે ને આ દવ દર ઉનાળે સૂકા ઘાસમાં લાગતી હોય જેનું નિરાકરણ ક્યારેય થતું જ નથી ને જે પહેલા વનવિભાગ ફાયર સેફટી ઉભી કરીને સૂકા ઘાસમાં જે અમુક અંતરે ઘાસમાં લાઇન ફાયર કરી નાખવામાં જો અગાઉ કરેલી હોય તો આ આગ આટલું વિકરાળ રૂપ ધારણ ન કરત તે વાસ્તવિકતા વચ્ચે છેલ્લે છેલ્લે પણ વનવિભાગ સહિત સમગ્ર જિલ્લા નું વહીવટી તંત્રે આટલી કલાકની મહેનત રંગ લાવીને આગ ને કાબુમાં મેળવી હતી.

Next Story