Connect Gujarat
ગુજરાત

અમરેલી : ટીંબી ગામે ઇજાગ્રસ્ત વૃધ્ધાની ઝોળીમાં કરવી પડી ટીંગાટોળી, જુઓ શું છે કારણ

ટીંબી ગામે ઘરમાં પડી જતાં વૃધ્ધાને પહોંચી ઇજા, રસ્તો ખરાબ હોવાથી ઘર સુધી ન પહોંચી શકી એમ્બયુલન્સ.

X

ગુજરાતમાં સરકાર ભલે વિકાસનો રાગ આલાપતી હોય પણ કેટલાય ગામડાઓમાં હજી રસ્તા, પાણી અને વીજળીની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહયો છે. આવા ગામડાઓમાં ઇમરજન્સીના સમયે લોકોને ગામની બહાર કઇ રીતે લઇ જવા માટે ટીંગાટોળી કરવાની ફરજ પડી રહી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પણ વિકાસના કઇ આવા જ હાલ જોવા મળ્યાં હતાં.

વાત એમ બની કે ગામમાં રહેતાં 65 વર્ષીય વૃધ્ધા તેમના ઘરમાં પડી જતાં તેમને ઇજા પહોંચી હતી. આસપાસના રહીશોએ જાણ કરતાં 108 એમ્બયુલન્સ આવી પહોંચી હતી પણ રસ્તો ખરાબ હોવાના કારણે એમ્બયુલન્સ તેમના ઘર સુધી પહોંચી શકી ન હતી. દર્દથી કણસતી વૃધ્ધાને સ્થાનિકોએ કાપડની ઝોળીમાં ટીંગાટોળી કરીને અડધો કીલોમીટર દુર ઉભેલી એમ્બયુલન્સ સુધી લઇ ગયાં હતાં. માર્ગ અતિ ખરાબ હોવાને કારણે ટીંબી ગામના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. વહીવટીતંત્ર વહેલી તકે રસ્તાનું રીપેરીંગ કરાવે તેવી માંગ ઉઠી છે.

Next Story