Connect Gujarat
ગુજરાત

અમરેલી: કેન્દ્રિય મંત્રી રૂપાલાનું દૂધમાં ભેળસેળને લઈને મોટું નિવેદન

મંત્રી પરષોત્તમ રૂપાલાએ પત્રકારોને દૂધના ભેળસેળના મૂદ્દાઓ પર બારીક નજરથી અને સમતોલન ભાવથી લખવા ટકોર કરી હતી.

અમરેલી: કેન્દ્રિય મંત્રી રૂપાલાનું દૂધમાં ભેળસેળને લઈને મોટું નિવેદન
X

અમરેલીના અમર ડેરી ખાતેથી કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ દૂધમાં ભેળસેળને લઈને મોટું નિવેદન આપ્યું છે. મંત્રી પરષોત્તમ રૂપાલાએ પત્રકારોને દૂધના ભેળસેળના મૂદ્દાઓ પર બારીક નજરથી અને સમતોલન ભાવથી લખવા ટકોર કરી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં દૂધમાં ભેળસેલના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અમરેલીના અમર ડેરી ખાતે એક કાર્યક્રમમાં પહોંચેલા કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે પત્રકારો દૂધમાં ભેળસેળને મુદ્દે ઘટનાને બારીકીથી સમજી અને સમતોલન ભાવથી પ્રકાશિત કરે. કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, "આંતરરાષ્ટ્રીય લેવલ પર ભારતને દૂધમાં ભેળસેળના નામે વગોવવાની સાજિશ કરવામાં આવી રહી છે. ભારતનું જમા પાશું અમુલ છે તેને ભેળસેળના નામે વગોવવાની સાઝિશ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય લેવલ પર ભારતના મોડલને બીજી કોઈ રીતે પાડી સકાય એમ નથી માટે આ રીતે ભારતને બદનામ કરવાની સાજિશ કરવામાં આવી છે. દૂધના મુદે વગોવવામાં આવે તો આંતરાષ્ટ્રીય લેવલે ભારતની છાપ બગડી જાય તેમ છે. આમ રહેશે તો મોટા પાયે નિકાસને નુકસા બંધ થતાં આર્થિક નુકસાની પણ થઈ શકે છે. આમ ખૂબ મોટી સાજિશના ભાગરૂપે આ સમાચારો ઉચાલવામાં આવ્યા છે તેવું મને લાગે છે."

કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ચીન પર નિસાન સાંધતા જણાવ્યુ કે, ચીન દુનિયાને ક્યાં પ્રકાર ડાન્સ કરાવશે તે કહેવું મુશ્કેલ છે. ચાઇનાએ દેશ છે જે દુનિયાને જુકાવવાના મૂડમાં આવી લાગેલો છે. દૂધના મુદ્દાઓ ઉછાળનારાઓને સ્વાસ્થ્ય, ડેરી સાથે લેવા દેવા નથી.

Next Story