Connect Gujarat
ગુજરાત

અમરેલી : કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને જણસ સુરક્ષિત રાખવા APMCની અપીલ...

અમરેલી માવઠાની શક્યતાના પગલે સાવચેતી રાખવા અપીલ ખેડૂતોએ પોતાની જણસ સુરક્ષિત રાખવાની જાહેરાત

X

રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલી જીલ્લામાં પણ માવઠું વરસવાની શક્યતાના પગલે માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે અમરેલી જીલ્લામાં પણ માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે.

અમરેલી જિલ્લામાં 40થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાતા જાફરાબાદના દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો હતો.અમરેલી જીલ્લામાં એક તરફ કપાસ અને મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં ખેડૂતો બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે. જ્યાં ખેડૂતોને કપાસના 950થી લઈને 1735 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે, જ્યારે મગફળીના પણ રૂપિયા 1115 સુધીના ભાવ મળતા ખેડૂતોની કતાર લાગી રહી છે. તો બીજી તરફ ખેડૂતોએ પોતાની જણસ સુરક્ષિત રાખવા સાવરકુંડલા માર્કેટ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત નવી જાહેરાત ન થાય ત્યાં સુધી પોતાની જણસીઓ યાર્ડમાં નહીં લાવવા અપીલ કરાય છે. આ સાથે જ જે જણસો તાડપત્રિથી સુરક્ષિત હશે તેવા જ વાહનની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story