Connect Gujarat
ગુજરાત

ખેલ મહાકુંભને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રમત ગમત મંત્રીએ કરી જાહેરાત...

રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ખેલ મહાકુંભની લોકપ્રિયતાને ધ્યાને લઈ રજીસ્ટ્રેશન વિન્ડો આજે સવારે 10 થી આવતીકાલે રાત્રે 11:59 સુધી ખુલ્લી રખાશે.

ખેલ મહાકુંભને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રમત ગમત મંત્રીએ કરી જાહેરાત...
X

રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ખેલ મહાકુંભની લોકપ્રિયતાને ધ્યાને લઈ રજીસ્ટ્રેશન વિન્ડો આજે સવારે 10 થી આવતીકાલે રાત્રે 11:59 સુધી ખુલ્લી રખાશે.

રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજયના યુવાઓ-રમતવીરો ને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકુંભનું આયોજન કરાય છે. ખેલ મહાકુંભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુંભમા અંદાજે 55 લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ માટેના રજીસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામાં વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે સંઘવીએ ઉમેર્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ વર્ષના ખેલ મહાકુંભમાં માં અમુક રમતવીરોને હજુ રજિસ્ટ્રેશન કરાવવાની માગ આવતા મુખ્યમંત્રીએ યુવાઓના વિશાળ હિતમા આ મહત્વનો નિર્ણય કર્યો છે.

તદ્ અનુસાર રમતવીરો માટે ખુશી અને રાહતના સમાચાર સમગ્ર ગુજરાત માંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવ ને ધ્યાનમાં રાખીને ખેલમહાકુંભ 2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી આજે સવારે 10 AM થી આવતીકાલે 11:59PM સુધી ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે તો રસ ધરાવતા રમતવીરોને ભૂલ્યા વગર આ શ્રેષ્ઠ તકનો ઉપયોગ અચૂકપણે કરવા અપીલ કરાઈ છે.

Next Story