Connect Gujarat
ગુજરાત

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે અજાણ્યા વાહનની ટક્કરે વૃધ્ધાનું મોત

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ભાલોદ ગામે એક અજાણ્યા વાહનની અડફેટે ૬૫ વર્ષીય વૃધ્ધાનું કરુણ મોત નીપજ્યુ હતું.

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે અજાણ્યા વાહનની ટક્કરે વૃધ્ધાનું મોત
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ભાલોદ ગામે એક અજાણ્યા વાહનની અડફેટે ૬૫ વર્ષીય વૃધ્ધાનું કરુણ મોત નીપજ્યુ હતું. અકસ્માત સર્જી આ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ વાહન રેતીવાહક ટ્રક હોવાની પુરી સંભાવના જણાય છે.

ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં રોજ સેંકડો ટ્રકો નર્મદાના વિશાળ પટમાંથી રેતી ભરીને બેફામ દોડતી હોય છે. નિયમોનો ભંગ કરીને દોડતી રેતીની ટ્કો વિરુધ્ધ તાલુકા જિલ્લાના જવાબદાર અધિકારીઓ કોઇ પગલા લેતા નહિ હોવાની વ્યાપક બુમો લાંબા સમયથી ઉઠવા પામી છે. આ ટ્રક ચાલકો જાણે કોઇ નો ડર ના હોય એમ બેફામ રીતે પોતાના વાહનો દોડાવતા નજરે પડે છે. ટ્રકચાલકો બેફામ બન્યા છે. સંબંધિત બધા અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતા હોવાથી આવા વાહનોને છુટો દોર મળે છે.

વધુમાં મળતી વિગતો મુજબ આજરોજ ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે થયેલા અકસ્માતમાં મરણ પામનાર આ વૃધ્ધા ચંચળબેન અંબાલાલભાઈ પરમાર મેઇન રોડ નજીક બેન્ક પાસે ઉભેલા હતા તે દરમિયાન બેફામ રીતે દોડી આવેલ આ વાહનચાલકે આ મહિલાને અડફેટમાં લેતા વૃધ્ધાનું મોત થયુ હતું. અકસ્માત સર્જી નાશી છુટેલ આ વાહન ઓવરલોડ રેતી ભરીને જતું હોવાની ચર્ચાઓ જાણવા મળી છે. અકસ્માત સર્જી આ વાહનચાલક નાશી છુટ્યો હતો. અકસ્માત સર્જનાર આ અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

Next Story