Connect Gujarat
ગુજરાત

આંધ્રપ્રદેશ પોલીસે દાહોદ LCBને આપ્યું રૂ. 1 લાખનું પ્રોત્સાહન ઈનામ, વાંચો વધુ..

ઘરફોડ ચોરીનો તરખાટ મચાવતી દાહોદ જિલ્લાની ગુલબારની ચડ્ડી બનીયાનધારી ગેંગને ઝડપી પાડ્યા

આંધ્રપ્રદેશ પોલીસે દાહોદ LCBને આપ્યું રૂ. 1 લાખનું પ્રોત્સાહન ઈનામ, વાંચો વધુ..
X

આંધ્રપ્રદેશ રાજ્યના વિજયવાડા અને ગુન્ટુર જિલ્લામાં ઘરફોડ ચોરીનો તરખાટ મચાવતી દાહોદ જિલ્લાની ગુલબારની ચડ્ડી બનીયાનધારી ગેંગની ઓળખ પ્રસ્થાપિત કરી મુખ્ય સુત્રધાર સહિત 3 સાગરીતોને દાહોદ એલ.સી.બી. પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી આંતરરાજ્ય ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી રોકડ રકમ ૪૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આધ્રપ્રદેશ રાજ્યના વિજયવાડા શહેર અને ગુન્ટુર જિલ્લાઓમાં ચડ્ડી બનિયાન ધારી ગેન્ગ દ્વારા દિવાળી બાદ ઘરફોડ ચોરીના ઉપરા છાપરી ગુન્હાઓ આચરી તરખાટ મચાવતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. વિજયવાડા શહેર પોલીસ કમિશ્નર સહિત તેમની ટીમે દાહોદ જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કર્યો હતો. દાહોદ એલ.સી.બી.

પોલીસે આ મામલે સક્રિયતા દાખવી હતી. દાહોદ એલ.સી.બી પોલીસે આંધ્રપ્રદેશ પોલીસનો સંપર્ક કરી ક્રાઈમ બનેલ સ્થળના સીસીટીવી ફુટેજ તેમજ ટેકનીકલ ડેટા મંગાવી તેનો ઝીણવટ પુર્વક એનાલીસીસ કરતાં દાહોદ જિલ્લાના ગુલબાર ગામની બે અલગ અલગ ચડ્ડી બનિયાન ગેંગની ઓળખ આ કેસમાં પ્રસ્થાપીત થઈ હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓના આશ્રય સ્થાની વોચ ગોઠવી હતી અને ગતરોજ આ ગેંગના મુખ્ય સાગરીત મડીયા કમજી મેડા અને તેના 2 સાગરીતો શકરા મંડોડ અને કમલેશ ઉર્ફે કમલા બબેરીયાઓ દાહોદના ગરબાડા ચોકડી ખાતે ભેગા થતાં તેઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ ભેગા મળી ટ્રેન મારફતે મુસાફરી કરી આંધ્રપ્રદેશ રાજ્ય ખાતે ગુન્ટુર અને વિજયવાડા જિલ્લામાં જઈ અલગ અલગ પડી જતા અને જુદી જુદી જગ્યાએ દિવસ દરમ્યાન રેકી કરી રાત્રીના સમયે સોસાયટીમાં આવેલા મકાનોમાં ઘરફોડ ચોરી કરતાં હોવાની કબુલાત કરી હતી. ઝડપાયેલા ઉપરોક્ત ઈસમો વિરૂધ્ધ આંધ્રપ્રદેશ રાજ્યમાં 4 અલગ અલગ ગુનાઓ પણ નોંધાયેલા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ૪૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમ, સમગ્ર મામલે પોલીસે ઉપરોક્ત આરોપીઓને ઝડપી પાડતાં આંધ્રપ્રદેશ પોલીસે દાહોદ એલ.સી.બી. પોલીસની કામગીરીથી ખુશ થઈ અને પ્રોત્સાહિત કરી દાહોદ એલ.સી.બી. પોલીસને રૂ. ૧ લાખનું ઈનામ પ્રોત્સાહન રૂપે એનાયત કર્યું હતું.

Next Story