અંકલેશ્વર બેન્ક રોબરી કેસ: તમામ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ, ગૃહ મંત્રીએ કહ્યું "અભિનંદન"
અંકલેશ્વરની યુનિયન બેન્કમાં થયેલ રૂપિયા 44 લાખની લૂંટના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી લૂંટમાં ગયેલ તમામ કેસ કબ્જે કરી હતી.
અંકલેશ્વરની યુનિયન બેન્કમાં થયેલ રૂપિયા 44 લાખની લૂંટના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી લૂંટમાં ગયેલ તમામ કેસ કબ્જે કરી હતી. પોલીસે પ્રતિકાર કરતા આરોપીઓ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જો કે ભરૂચ પોલીસના જવાનોએ પોતાના જીવની ચિંતા કર્યા વગર લુટારુઓનો સામનો કરતા સમગ્ર કેસનો ભેદ ઉકેલાયો હતો.
અંકલેશ્વર યુનિયન બેંક લૂંટને ભરૂચ પોલીસે જીવ સ્ટોસટી ઉપર ખેલી લૂંટારુઓના 10 રાઉન્ડ ફાયરિંગ સામે પણ નિષ્ફળ બનાવી દીધી છે.ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા લૂંટ ડિટેક્શન અને દિલધડક ઓપરેશન અંગે બપોરે પત્રકાર પરિષદ યોજી હતી. અંકલેશ્વર પીરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં બેંક ક્લોઝિંગ ટાઈમે બે બાઇક ઉપર 5 બુકાનીધારી લૂંટારું ત્રાટકયા હતા.સ્ટાફ, ગાર્ડ અને લોકોને તમંચાની અણી એ બંધક બનાવી ₹44 લાખની લૂંટ ચલાવી તેઓ ભગવા જઈ રહ્યા હતા. જોકે બહાર કરીયાણું લેવા આવેલા સાયબર સેલના ધર્મેન્દ્રસિંહ ઝાલાએ હિંમતભેર લૂંટારુંને પડકાર્યા હતા.
પોલીસ કંટ્રોલ ઉપર લૂંટનો મેસેજ છૂટતા જ પહેલેથી જ રાતની ફાયરિંગની ઘટનામાં તપાસમાં રહેલા એલસીબી પી.આઈ. કે.ડી. મંડોરા, પંચાણી, જે.બી. જાદવ, એમ.એચ. વાઢેર, જે.એન. ભરવાડ, શકોરિયા સહિતના એક્શનમાં આવી ગયા હતા. લૂંટારુઓએ તેમના ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે પ્રતિકારમાં પોલીસના બે રાઉન્ડ ફાયરિંગમાં એક લૂંટારું રાહુલકુમાર ઘવાયો હતો અને લૂંટના ₹22.54 લાખ સાથે ઝડપાઇ ગયો હતો.પોલીસના રાતે ચાલેલા સર્ચ ઓપરેશનમાં મીરાનગરમાંથી અલગ દુનિયામાં રાચી રહેલા અન્ય 4 લૂંટારું રોહિત નવલ મંડલ, મનીષ નરેશ મંડલ, મુકેશ નવલ મંડલ અને દિપક સુબોધ સીંગને 4 તમંચા, બે બાઇક અને 5 મોબાઈલ સાથે લૂંટના અન્ય રોકડા 15.25 લાખ સાથે દબોચી લીધા હતા.સમગ્ર ઓપરેશન માત્ર 8 કલાકમાં પાર પડાયું હતું. આ બાબતની ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ નોંધ લીધી હતી અને તેઓએ ભરુચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. હજી લૂંટના 6.45 લાખ, આરોપીઓની વ્યક્તિગત સહિત ગુનાહિત કુંડળી, લૂંટ પાછળનું મકસદ અને સમગ્ર પ્લાન અંગે પોલીસ વધુ ઇન્ટ્રોગેશન કરી રહી છે.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
કચ્છ : તહેવારો દરમ્યાન પશુઓને લાડુ ખવડાવવાની અનોખી પરંપરા, તેરા તુજકો...
9 Aug 2022 11:21 AM GMTભરૂચ: વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયા વિવિધ...
9 Aug 2022 11:15 AM GMTભરૂચ: વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનું વાલિયા ખાતે આયોજન,...
9 Aug 2022 11:10 AM GMTસુરત: મહાનગર પાલિકાના કર્મચારી પાસે રૂ.10 હજારની લાંચ માંગનાર કલાર્કની...
9 Aug 2022 11:03 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMT