Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : સંજાલી ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર : સંજાલી ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસની હદમાં આવેલ સંજાલી ગામમાંથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 10 જેટલા જુગારીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકા સંજાલી ગામમાં આવેલ હોડી ચકલા ફળિયાના એક બંધ મકાનમાં કેટલાક લોકો પત્તા પાનાનો જુગાર રમાડતા હોવાની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે જુગારધામ પર રેડ કરાતા જુગારીઓને પત્તા પાનાનો જુગાર રમતા હતા. પોલીસે રેડ દરમ્યાન રોકડ રકમ સહિત મોબાઇલ મળી રૂપિયા 1 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે કુલ 10 જેટલા જુગારીઓની ધરપકડ કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Next Story