Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં અન્નપૂર્ણા યોજના ફરી થશે શરૂ, નવી સરકારનો નિર્ણય

રાજ્યમાં અન્નપૂર્ણા યોજના ફરી થશે શરૂ, નવી સરકારનો નિર્ણય
X

રાજ્યના શ્રમિકો માટે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે. જે યોજના રૂપાણી સરકારમાં બંધ કરવામાં આવી હતી તે હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત સરકારે ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

એક મહિનામાં યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવતા હવે રાજ્યના હજારો શ્રમિકોને ફાયદો થશે. આજે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા આ અંગે નિર્ણયની જાહેરાત કરી હતી. શ્રમિકોને નજીવા દરે આહાર આપવાની અન્નપૂર્ણા યોજના સરકારે લોન્ચ કરી હતી.

શ્રમિકોને આ યોજના અંતર્ગત માત્ર 10 રૂપિયામાં જ ટિફિન ભરી આપવામાં આવતું હતું પરંતુ બાદમાં આ યોજનાને રૂપાણી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. ગુજરાત સરકારે તારીખ 18 જુલાઈ, 2017ના રોજ ગુજરાતના બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી.

આ યોજના હેઠળ નક્કી કરેલા શહેરોના કડિયાનાકા પર કાઉન્ટરો શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર 10 રૂપિયામાં જ ટિફિન ભરી આપવામાં આવતું હતું, પણ ત્યારબાદ આ યોજના બંધ કરી દેવામાં આવી હતી. એક મહિનામાં અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને યોજના શરૂ થવાથી હજારો શ્રમિકોને ફાયદો થશે.

Next Story