Connect Gujarat
ગુજરાત

ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારીને કેન્દ્રમાં મળ્યુ મોટું સ્થાન

ઇન્ટેલિજન્સ બ્યુરો માં સ્પેશિયલ ડાયરેક્ટર શીલ વર્ધન સિંહને CISFના નવા DG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારીને કેન્દ્રમાં મળ્યુ મોટું સ્થાન
X

ઇન્ટેલિજન્સ બ્યુરો માં સ્પેશિયલ ડાયરેક્ટર શીલ વર્ધન સિંહને CISFના નવા DG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જે બિહાર કેડરના અધિકારી છે, જ્યારે નેશનલ પોલીસ એકેડમી ડિરેક્ટર અતુલ કરવાલ NDRFના DG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જે ગુજરાત કેડરના અધિકારી છે. ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ નિમણૂક માટે ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અને અન્ય આદેશમાં જણાવાયું છે કે ACC એ અતુલ કરવાલ, IPS (GJ: 88)NDRF ડીજી તરીકેની નિમણૂકને મંજૂરી આપી છે. જે હાલમાં પોલીસ ડાયરેક્ટર જનરલ પદને અસ્થાયી રૂપે અપગ્રેડ કરીને NDRF ના લેવલ-16 માં પે મેટ્રિક્સના લેવલ-16 માં ડિરેક્ટર, SVP NPA તરીકે કાર્યરત છે. NDRF પોસ્ટમાં જોડાયાની તારીખથી બે વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશ સુધી વ્યક્તિગત ધોરણે ડીજીના સ્તર પર, જે વહેલું હોય તે પ્રમાણે પોતાનો પદભાર સંભાળી શકશે બીજી તરફ રક્ષા મંત્રાલયે મંગળવારે રાત્રે જાહેરાત કરી કે, પશ્ચિમી નૌસેના કમાન્ડર વાઇસ એડમિરલ આર. હરિ કુમારને ભારતીય નૌસેનાના આગામી અધ્યક્ષ બનાવાયા છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, ભારતીય નૌસેના ના હાલના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ 30 નવેમ્બરે સેવાનિવૃત થશે. આ દિવસે બપોરે હરિ કુમાર પોતાનો પદભાર સંભાળશે

Next Story