Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : પોલીસની પેરોલ ફર્લો સ્ક્વૉર્ડની શ્રેષ્ઠ કામગીરી, 1 વર્ષમાં 101 વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા

રેન્જ આઈ.જી. અભય ચુડાસમાની દેખરેખ હેઠળ અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા આરોપીઓને પકડવામાં વિશેષ ઑપરેશન ચલાવામાં આવ્યું હતું

અરવલ્લી : પોલીસની પેરોલ ફર્લો સ્ક્વૉર્ડની શ્રેષ્ઠ કામગીરી, 1 વર્ષમાં 101 વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા
X

રેન્જ આઈ.જી. અભય ચુડાસમાની દેખરેખ હેઠળ અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા આરોપીઓને પકડવામાં વિશેષ ઑપરેશન ચલાવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા પૉલિસ વડા સંજય ખરાતની સૂચનાથી પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની ટીમએ છેલ્લા એક વર્ષમાં એટલે કે, કૉરોના કાળ પછી 101 વૉન્ટેડ આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મળી છે.

અરવલ્લી જિલ્લો એ અંતરિયાળ જિલ્લો હોવાથી રાજસ્થાન રાજ્યમાંથી દારૂ સહિત અનેક ગુનાકિય પ્રવૃત્તિઓને અંજામ આપીને આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી જતા હાય છે, એટલું જ નહીં આવા આરોપીઓ પોલીસ પકડમાં ન આવે તે માટે જંગલ કે પહાડી વિસ્તારોમાં છૂપાઈ જતાં હોય છે. આવા આરોપીઓને ઝડપી પાડવા માટે અરવલ્લી જિલ્લા પેરૉલ ફર્લો સ્ક્વૉર્ડની ટીમએ બીડૂ ઝડપ્યું અને મોટી સફળતા મળી છે.

રાજ્યના તેમજ આંતરરાજ્યના કુલ 415 ગુનાઓનો નિકાલ કરી પૉલિસે સરાહનિય કામગીરી કરી છે. અરવલ્લી જિલ્લો એ રાજસ્થાન રાજ્યની સરહદે આવેલ જિલ્લો હોવાથી ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપીને આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી જતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં સજા પામેલા આરોપીઓ પણ રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં છૂપાઈ જતાં હોય છે, આવા આરોપીઓને પૉલિસની પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની ટીમ જાન જોખમમાં મુકીને જંગલ વિસ્તારોમાં જઇને આરોપીઓને દબોચી લેવામાં ભારે જહેમત ઉઠાવી છે.નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે રેન્જ ટીમ અને જિલ્લા પેરૉલ સ્ક્વૉર્ડ પીએસઆઇ કે. એસ. સિસોદીયા તેમજ તેમની ટીમ દ્વારા વિશેષ ઝૂંબેશ શરૂ કરી હતી, આ માટે અલગ અલગ ટીમ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા પૉલિસે ભિક્ષુક જેવા અનેક રૂપો ધારણ કર્યા હતા. પેરૉલ ટીમ દ્વારા રાજસ્થાન રાજ્યની પર્વતિય વિસ્તારમાં ગાઢ જંગલોમાં જીવના જોખમે આરોપીઓ સુધી પહોંચી પકડવાની કામગીરી કરી હતી. કેટલાક કિસ્સાઓમાં સરકારી વાહન ન જઇ શકે તેવી જગ્યાએ 4થી 5 કિલો મિટર સુધી ચાલીને આરોપીઓ સુધી પહોંચવાના કિસ્સાઓ છે. આરોપીઓને પકડવા માટે કેટલીક વાર પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની ટીમને ગાઢ જંગલ વિસ્તારોમાં ઝાડી જાંખરામાં રાત્રિ સુધી વૉચ ગોઠવવી પડી છે. જોકે, પોલીસે જીવના જોખમે પરિવારની ચિંતા કર્યા વિના ખૂંખાર અને નામચિન ગુંડાઓને પકડવામાં સફળતા મેળવી છે, ત્યારે સમગ્ર ઉત્તર ગુજરતામાં અરવલ્લી જિલ્લા પોલીસની પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની સમગ્ર ટીમએ કરેલી સરાહનિય કામગીરીની પ્રસંસા થઈ રહી છે.

Next Story