Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : રાજ્યના સૌથી મોટા આંબેડકર ભવનનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યના સૌથી મોટા આંબેડકર ભવનનું રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અરવલ્લી : રાજ્યના સૌથી મોટા આંબેડકર ભવનનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…
X

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યના સૌથી મોટા આંબેડકર ભવનનું રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મોડાસા ખાતે અંદાજે 6 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આંબેડકર ભવન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને રાજ્યનું સૌથી મોટું આંબેડકર ભવન બની રહેશે. મોડાસા ખાતે આવેલ જિલ્લા કોર્ટ નજીક આંબેડકર ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે આવેલા સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપ પરમારે જણાવ્યું હતું કે, વિવિધ સમાજના લોકો આંબેડકર ભવનનો ઉપયોગ કરે અને સમાજના નાના-મોટા પ્રસંગો યોજી શકે તેવું આયોજન કરવામાં આવશે. આ સાથે જ યુવાઓ વાંચન કરી શકે અને શૈક્ષણિક સેમિનારો પણ યોજી શકે તે હેતુથી ભવ્ય આંબેડકર ભવનનું નિર્માણ થનાર છે. આ પ્રસંગે આંબેડકર આવાસના હુકમો, લગ્ન સહાયના ચેક તેમજ રોજગારી માટેના સિલાઈ મશિનની કીટ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી હતી.

Next Story