Connect Gujarat
ગુજરાત

અસદુદ્દીન ઓવૈસીનું સ્ફોટક નિવેદનથી વિવાદની શક્યતા, ગુજરાત વિધાનસભાચૂંટણીને અનુલક્ષીને સંબોધન કર્યું

AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાત પ્રવાસ દરમ્યાન સતત વિવાદિત નિવેદન કરી રહયા છે.

અસદુદ્દીન ઓવૈસીનું સ્ફોટક નિવેદનથી વિવાદની શક્યતા, ગુજરાત વિધાનસભાચૂંટણીને અનુલક્ષીને સંબોધન કર્યું
X

AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાત પ્રવાસ દરમ્યાન સતત વિવાદિત નિવેદન કરી રહયા છે બનાસકાંઠાના વડગામ તાલુકાના મજાદર પાટિયા નજીક AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને અનુલક્ષીને જંગી સભાને સંબોધન કર્યું હતું. જેમાં અસદુદ્દીન ઓવૈસી સાંભળવા મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઔવેસીએ પોતાની પાર્ટીના ઉમેદવાર વડગામ સીટ પરથી જીતાડવા માટે હાકલ કરી હતી અને કોંગ્રેસ પક્ષ તેમજ કેન્દ્ર સરકાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.

વડગામના મજાદરમાં અસદુદ્દીન ઓવૈસીએ જંગી સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, હિજાબને જેહાદથી જોડવામાં આવી રહ્યો છે. તેમને હિજાબ ખતરો લાગી રહ્યો છે, પણ દેશને તો ખતરો છે તો ગાંધીના હત્યારા થી ખતરો છે. દેશના ગોડસેના ભક્તોથી ખતરો છે, જો આજે તમે હિજાબ ઉપર ચૂપ થઈ જશો તો કાલે દાઢી કાપવાનું કહેશે ટોપી ઉતારવાનું કહેશે. હિજાબ એ માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે કે મુસલમાનોનું કલ્ચર છીનવી લેવાય. આપણે હુકુમત નહિ બદલી શકતા, પણ દલિત અને મુસલમાનોને આપણી પાર્ટી દ્વારા વિધાનસભામાં મોકલી શકીએ અને આપણી આવાજ ને રાખી શકીએ. જ્ઞાન વ્યાપી મસ્જિદનો મુદ્દો ઉઠાવી દીધો હું બોલ્યો તો મને કહે કેમ બોલો છો. હું બોલીશ હું એ માટે બોલું છું કે હું જીવતો છું. મરી નથી ગયો. હું એ માટે બોલું છું કે હું અલ્લાહ થી ડરું છું. કોઈનાથી ડરતો નથી એટલે બોલું છું. તમે મારુ ભાષણ સાંભળવા આવ્યા હોય તો હું કોઈ કવ્વાલ કે કોઈ ગાવાવાળો નથી કે તમે મારી અવાજ સાંભળવા આવ્યા છો. હું તમારા માટે આવ્યો છું. એ અમને શીખવે છે કે મસ્જિદ શું છે. સરવે થયું વીડિયોગ્રાફી થયું તો અમને કહે છે કે શું તકલીફ છે. કેમ તકલીફ ન હોય, હું 19-20 વર્ષનો હતો તો બાબરી મસ્જિદ મારાથી છીનવી લીધું, હવે અમે કોઈ મસ્જિદને નહિ ખોઈએ. મસ્જિદ છે અને રહેશે. જ્ઞાન વ્યાપી મસ્જિદ હતી અને કાયમ રહશે. આપણે આપણા ગામના શહેરની મસ્જિદોને આબાદ રાખવાની છે ત્યારે આ શેતાન ને ખબર પડશે કે હવે મુસલમાન કોઈ મસ્જિદ નહિ ખોવે.

Next Story