Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ગાબડાની શક્યતા, આ દિગ્ગજ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે..

ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી શકે છે

ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ગાબડાની શક્યતા, આ દિગ્ગજ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે..
X

રાજ્યમાં ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી શકે છે. હાલમાં ભાજપ પ્રદેશ ભાજપની નજર સાબરકાંઠા સહકારી સંસ્થાઓ પર હોય તેમ લાગી રહ્યું છે. 2022માં ભાજપનું મિશન ઉત્તર ગુજરાત છે. કોંગ્રેસ MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઇ શકે તેવી વાત છે. તેઓ સાબરકાંઠા ખેડબ્રહ્મા-ST બેઠકમાં કોંગ્રેસ MLA છે. કોટવાલ આદીવાસી બેઠકનાં આરક્ષિત નેતા છે.

ઉત્તર ગુજરાતની 26 બેઠક કબજે કરવા ભાજપની નજર છે.ગઈકાલે કોટવાલની કોંગ્રેસની આદિવાસી સંમેલનમાં ગેરહાજરી હતી. આદિવાસી આરક્ષિત બેઠકનાં MLA હોવાં છતાં તેઓ ગેરહાજર હતાં તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. હાલમાં કોટવાલની કોંગ્રેસ સાથે નારાજગી નો લાભ ભાજપ ઉઠાવે તેવા સમાચાર આવી રહયા છે અરવલ્લી જિલ્લાના અનિલ જોષિયારા નું નિધન થતાં હાલમાં કોંગ્રેસની પકડ ઉત્તર ગુજરાત પર ઢીલી પડી રહી છે. સાબર ડેરી, માર્કેટ યાર્ડ સહિતની સંસ્થાઓનાં ડિરેક્ટર પણ જોડાઇ શકે તેવી વાતો છે.ઉત્તર પ્રદેશમાં ભાજપની રણનીતિ ગુજરાતમાં અમલ કરવાં કવાયત ચાલી રહી છે. સહકારી નેતાઓનું ભાજપમાં પ્રવેશથી કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે.

Next Story