Connect Gujarat
ગુજરાત

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના 3 દિવસના રિમાન્ડ મંજુર કરતી આસામ કોર્ટ

ગત મોડી રાત્રે આસામ પોલીસ દ્વારા વડગામના MLA જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી.જે તે ગુજરાત સહિત દેશભરમાં કોંગી કાર્યકરો દ્વારા આ ધરપકડનો વિરોધ કરવામા આવી રહ્યો છે.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના 3 દિવસના રિમાન્ડ મંજુર કરતી આસામ કોર્ટ
X

ગત મોડી રાત્રે આસામ પોલીસ દ્વારા વડગામના MLA જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી.જે તે ગુજરાત સહિત દેશભરમાં કોંગી કાર્યકરો દ્વારા આ ધરપકડનો વિરોધ કરવામા આવી રહ્યો છે.ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના જામીન આસામ કોર્ટે નામંજૂર કરી દીધા છે. આસામ પોલીસે ધરપકડ બાદ જીગ્નેશ મેવાણીને આસામમાં કોર્ટ સમક્ષ હાજર કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે જીગ્નેશ મેવાણીના 3 દિવસ રિમાન્ડ મંજૂર કરી જામીન નામંજૂર કર્યા

આજે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં જીગ્નેશ મેવાણીની ધરપકડ મામલે ચર્ચા થશે. બપોરે 1 વાગે ગાંધીનગર મા મળનાર બેઠકમાં જીગ્નેશ મેવાણીની ધરપકડ અને વ્યૂહરચના અંગે બેઠકમાં ચર્ચા થશે. આ બેઠકમાં રાજ્યમા કાયદો અને વ્યવસ્થા, મોંઘવારી જેવા મુદ્દો આંદોલનાત્મક કાર્યક્રમો અંગે પણ ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ મેવાણીએ એક ટ્વીટ કર્યુ હતુ જેના પર અસમ પોલીસ દ્વારા જીગ્નેશની પાલનપુર થી ધરપકડ કરવામાં આવી છે.જીગ્નેશ મેવાણીની ધરપકડ બાદ તેના PAના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પીએ કમલેશ કટારીયા ના ઘરે સર્ચ હાથ ધર્યું હતું.ઉલ્લેખનીય છે કે, ગત મોડી રાત્રે જીગ્નેશ મેવાણીને આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી છે. આ અંગે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે મારા કોઇ ટ્વિટ મામલે મારી ધરપકડ કરવામાં આવી છે. જો કે, પોલીસે મને પણ કોઇ સચોટ જાણકારી આપી નથી. મેવાણીએ કહ્યું કે હું કોઈ ખોટી ફરિયાદ થી ડરવાનો નથી. મેવાણીએ કહ્યું કે હું મારી લડત ચાલુ રાખીશ.વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોલીસ અટકાયત બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે..ત્યારે જીગ્નેશ મેવાણીની ધરપકડને લઈને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી ને શાંતિ જાળવવા અપીલ કરવી કોઈ ગુનો છે. ગુજરાતમાં ચૂંટણી આવનાર છે ત્યારે યુવા નેતાઓને ચૂંટણી માંથી બહાર કાઢવા માટેનું કારસ્તાન છે.કોંગ્રેસ જીગ્નેશ મેવાણીની સાથે જ છે અને ન્યાય અપાવીને રહેશે.

Next Story