Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : ઇન્સ્ટાગ્રામ પર કિશોરીને થયો હતો પ્રેમ, ગર્ભ રહી જતાં પ્રેમીએ તરછોડી...

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, અને પ્રેમમાં યુવક-યુવતીઓ એવા ગળાડૂબ થઈ જતાં હોય છે કે, આખરે તેમને પસ્તાવાનો વારો આવતો હોય છે.

બનાસકાંઠા : ઇન્સ્ટાગ્રામ પર કિશોરીને થયો હતો પ્રેમ, ગર્ભ રહી જતાં પ્રેમીએ તરછોડી...
X

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, અને પ્રેમમાં યુવક-યુવતીઓ એવા ગળાડૂબ થઈ જતાં હોય છે કે, આખરે તેમને પસ્તાવાનો વારો આવતો હોય છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લામાં બન્યો છે. જેમાં કિશોરીને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ પ્રેમસંબધ બાંધતા કિશોરીને ગર્ભ રહી જતાં પ્રેમી યુવકે તેને તરછોડી હોવાનો કિસ્સો સં એયાવ્યો છે.

વડનગરની કિશોરીને પાલનપુરના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ થતા બન્ને એકબીજાને મળવાનું શરૂ કર્યું અને પ્રેમમાં ગળાડૂબ બન્ને પ્રેમીઓએ બધી હદો પાર કરી શરીર સબંધ પણ બાંધ્યા હતો. જેથી કિશોરીને ગર્ભ રહી જતાં હવે પ્રેમીકાએ લગ્ન કરવા યુવકને દબાણ કરતાં જૂઠી પ્રેમ કહાનીનો અંત આવી ગયો છે. પ્રેમી યુવક પોતે એક સંતાનનો પિતા હોવાનું કહી પ્રેમિકા સાથે સબંધ તોડી તેને તરછોડી દીધી છે, ત્યારે હવે પ્રેમિકાએ દગો આપનાર પ્રેમીને પામવા અભયમ ટીમની મદદ લીધી હતી.

બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર લક્ષ્મી સોલંકીએ જણાવ્યું હતું કે, વડનગરની કિશોરીને પાલનપુરના 28 વર્ષીય યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક બાદ મેસેજની આપ-લે થતાં પ્રેમ પાંગર્યો હતો. અવારનવાર યુવક તેને મળવા બોલાવતો અને બન્ને સાથે ફરવા જતાં હતા. જે દરમ્યાન બન્નેએ સબંધ બાંધતા કિશોરીને ગર્ભ રહી ગયો હતો. તેણીએ લગ્ન માટે દબાણ કરતાં યુવકે પોતે પરણિત અને એક સંતાનનો પિતા હોવાનું જણાવી તરછોડી દેતાં પ્રેમમાં દગો મળતાં સગીરાએ અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. જેનું કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતી નાની વયની હોવાથી તેને કાયદાકીય સમજ આપી પાલનપુરમાં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. જોકે, વડનગર સ્થિત માતા-પિતાને દીકરીની પ્રેમ કહાની ધ્યાને આવતાં તેમને દીકરીને ઘરમાંથી હાંકી કાઢી છે. તો બીજી તરફ પ્રેમીએ તરછોડી દેતા કિશોરીને હાલ અભયમ ટીમે સહારો આપ્યો છે. અભયમ ટીમના કાઉન્સેલિંગ દરમ્યાન કિશોરી પ્રેમી સાથે જ રહેવાની જીદ કરતી હતી. પ્રેમમાં દગો મળતા કિશોરીની હાલત હાલ તો દયનિય બની છે. જોકે, અન્ય વાલીઓ માટે લાલબત્તી સમાન આવા કિસ્સાઓ વધતાં હવે ઓનલાઈન શિક્ષણ અને સુવિધા માટે મોબાઈલ આપતાં માતા-પિતા પણ પોતાના બાળકો મોબાઈલમાં કેટલો સમય આપી રહ્યા છે..?, શું જોઈ રહ્યા છે..?, તેમના મિત્રો કોણ છે..? તે સહિતના વિવિધ મુદ્દે જાણકારી અને બાળકોને સમજવા ગંભીર બને તે ખૂબ જ જરૂરી બન્યું છે.

Next Story