Connect Gujarat
ગુજરાત

27 જૂને ફરી બેન્ક હડતાળ, પતાવી દેજો ફટાફટ કામ

નવી પેન્શન યોજના સ્ક્રેપ કરી જૂની યોજના દાખલ કરવી ગુજરાતમાં 70000 બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરશે.

27 જૂને ફરી બેન્ક હડતાળ, પતાવી દેજો ફટાફટ કામ
X

ફરી એકવાર દેશમાં બેંક બંધ રહેશે સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓ 27 મી જૂને એક દિવસની હડતાળ પર લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે એક દિવસની હડતાળ 2017 થી ભારતીય બેંક એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. સરકારનો અભિગમ ખૂબ જ અસંવેદનશીલ હોવાનો દાવો બેંક એમ્પ્લોયી એસોસિયેશને કર્યો છે

નવી પેન્શન યોજના સ્ક્રેપ કરી જૂની યોજના દાખલ કરવી ગુજરાતમાં 70000 બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરશે. હડતાળના દિવસે રાષ્ટ્રીયકૃત બેંક ની તમામ શાખાઓ કામથી અળગા રહેશે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ આ મહિનાના અંતમાં હડતાળ પર જવાની ચેતવણી આપી છે. એટલા માટે જો તમે બેકિંગ સાથે જોડાયેલા કામ ટાળી રહ્યા છો તો તેને તાત્કાલિક પતાવી દો. કર્મચારી સંગઠનોએ જણાવ્યું કે પોતાની માંગને લઇને તે 27 જૂને હડતાળ પર જઈ શકે છે. કર્મચારીઓની માંગ છે કે અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને પેન્શન સંબંધી મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવે.અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ સહિત નવ બેંક યુનિયનોની સંયુક્ત સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન હડતાળ પર જવાનો ફેંસલો કર્યો છે. દેશભરમાં લગભગ સાત લાખ કર્મચારીઓ 27 જૂને હડતાળમાં સામેલ થશે.

Next Story