Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દહેજ પંથકમાં ગરીબી રેખા નીચે જીવતા 8 પરિવારોને રિલાયન્સ કંપનીએ મકાન અર્પણ કર્યા

ભરૂચ : દહેજ પંથકમાં ગરીબી રેખા નીચે જીવતા 8 પરિવારોને રિલાયન્સ કંપનીએ મકાન અર્પણ કર્યા
X

ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સી.એસ.આર. પ્રોજેક્ટ "આશ્રય" અંતર્ગત વાગરા તાલુકાના અંભેટા અને લુવારા ગામમાં 8 પાકા મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આ મકાનો જરૂરિયાતમંદ અને ગરીબી રેખા નીચે જીવતા લાભાર્થીઓને ગામ અગ્રણીઓની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત રીલાયન્સ કંપની દ્વારા વિસ્થાપિત થયેલ ગામ વાડિયા-દહેજમાં 2000 લિટર સ્ટોરેજ અને 1000 લિટર પ્રતિ કલાક ક્ષમતા ધરાવતું આર.ઓ. પ્લાન્ટનું નિર્માણ કરીને ગામને અર્પણ કરવા આવ્યું હતું. દહેજના સરપંચ જયદીપસિંહએ રિલાયન્સ કંપનીએ કરેલ કાર્યની સરાહના કરી હતી, તેમજ કંપની પ્રત્યે અંતઃ કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે તા.પં. કારોબારી અધ્યક્ષ સંજયસિંહ ચાવડા, રણજીતસિંહ ગોહિલ, જી.પં. સભ્ય રાયસંગ રાઠોડ, લુવારા સરપંચ રાયસંગભાઈ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અનુપમસિંહ તેમજ અનિસ દેસાઈ, હરેશ ચતુર્વેદી, રંજના ખંડારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story