Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દશાન ગામે તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ : દશાન ગામે તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
X

ભરૂચ તાલુકાના દશાન ગામે તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા સેવા હી સંગઠનના ભાગરૂપે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીના કપરા કાળમાં ઓક્સિકજન પ્રત્યેઆક માનવી માટે કેટલો જરૂરી છે, તેની મહત્વતા દરેકને સમજાઇ ગઇ છે, ત્યારે પર્યાવરણ જાળવણી અને શુદ્ધ વાતાવરણના નિર્માણ માટે વૃક્ષોની આવશ્યકકતા સમજી સૌકોઇને વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બનવા હેતુસર ભરૂચ તાલુકાના દશાન ગામે ભાજપ તાલુકા યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો.


સેવા હી સંગઠનના સૂત્રને સાર્થક કરતાં ભરૂચ તાલુકા યુવા ભાજપના કાર્યકર્તાઓએ દશાન ગામે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમતોલ વાતાવરણ માટે જરૂરી અને પૂરતા વૃક્ષો ન હોવાના કારણે સંપૂર્ણ અને સારું વાતાવરણ ઉપલબ્ધર બનતું નથી, ત્યાકરે વૃક્ષને જીવનનો ભાગ બનાવી સક્રિય રીતે ઝુંબેશરૂપે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેવી આ પ્રસંગે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી.

વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન જીલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ, તાલુકા યુવા ભાજપના પ્રમુખ જયદેવભાઈ, ભાજપ મહામંત્રી શક્તિસિંહ, ભાજપ જીલ્લા આગેવાન ગણપતભાઈ, તાલુકા મહામંત્રી ગજાનંદભાઈ, મહામંત્રી દક્ષભાઈ તેમજ તાલુકા યુવા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it