Connect Gujarat
ગુજરાત

ભરૂચ: હાંસોટના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માતૃત્વ અભિયાન હેઠળ 42 સગર્ભા મહિલાના આરોગ્યની તપાસ કરાય

ભરૂચ: હાંસોટના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માતૃત્વ અભિયાન હેઠળ 42 સગર્ભા મહિલાના આરોગ્યની તપાસ કરાય
X

હાંસોટ તકલુકાના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સગર્ભા બહેનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જનકલ્યાણ હોસ્પિટલના તબીબ ડો.મેધના ભાલેરાઉ તથા ડો.સૌરભ પટેલ દ્વારા 42 સગર્ભા મહિલાના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા સેલ્યુલોઝીક કંપની દ્વારા સી.એસ.આર.પ્રવૃત્તિ અંતર્ગત સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં આદિત્ય બિરલા કંપનીના રાજદીપસિંહ,રીંકલ પરમાર,ઇલાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને ફિમેલ હેલ્થ વર્કરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર ઞિરીશ પટેલ દ્વારા કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવ્યું હતું.

Next Story
Share it