Connect Gujarat
ગુજરાત

ભરૂચ : લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની GTUમાં પ્રથમ ક્રમે

ભરૂચ : લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની GTUમાં પ્રથમ ક્રમે
X

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની છાત્રાએ ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

કોરોનાની મહામારી વચ્ચે હવે શૈક્ષણિક કાર્યની ગાડી ધીમે ધીમે પાટા પર આવી રહી છે. તાજેતરમાં ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી ( જીટીયુ ) તરફથી બી. ફાર્મની સેમેસ્ટર -8 ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાના જાહેર થયેલાં પરિણામો ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી માટે ખુશખબરી લઇને આવ્યાં છે. સંસ્થાની વિદ્યાર્થીની રૂમાના પટેલે સમગ્ર યુનિવર્સીટીમાં ટોપ કર્યું છે. તેણે સીપીઆઇમાં 9.68, સીજીપીએમાં 9.69 અને એસપીઆઇમાં 10 નો સ્કોર મેળવ્યો છે. રૂમાના પટેલને કોલેજના ટ્રસ્ટી યોગેશ પારીક, કરણ જોલી તથા આચાર્ય પ્રોફેસર ડૉ. કિશોર ઢોલવાણીએ અભિનંદન આપ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ તેમજ અભ્યાસઇતર પ્રવૃતિઓમાં પોતાનું કૌવત બતાવી સંસ્થાનું ગૌરવ વધારી રહયાં છે.

Next Story