Connect Gujarat
ગુજરાત

ભરૂચ : આમોદ ગામે પશુ દવાખાના નજીક આંકડાનો જુગાર રમતા 2 શખ્સો LCB પોલીસના હાથે ઝડપાયા

ભરૂચ જિલ્લાના આમોદ ગામે પશુ દવાખાના નજીક આવેલ રહેણાંક મકાનમાંથી એલ.સી.બી. પોલીસે આંકડાનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા છે.

ભરૂચ : આમોદ ગામે પશુ દવાખાના નજીક આંકડાનો જુગાર રમતા 2 શખ્સો LCB પોલીસના હાથે ઝડપાયા
X

ભરૂચ જિલ્લાના આમોદ ગામે પશુ દવાખાના નજીક આવેલ રહેણાંક મકાનમાંથી એલ.સી.બી. પોલીસે આંકડાનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જીલ્લામાં પ્રોહિબિશન તેમજ જુગારની બદીઓને ડામવા પોલીસ સ્ટાફના માણસોને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલ હતી, ત્યારે આપેલ સૂચનાના આધારે પોલીસ દ્વારા વિવિધ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા.

એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, ભરૂચ જિલ્લાના આમોદ ગામે પશુ દવાખાના નજીક આવેલ એક રહેણાંક મકાનમાં આંકડાનો જુગાર ચાલે છે, ત્યારે બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે દરોડો પાડી આંકડાનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં રૂપિયા 55 હજારથી વધુના મુદ્દામાલ સાથે 2 જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે અન્ય એક જુગારીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે હાલ તો એલ.સી.બી. પોલીસે આગળની વધુ તપાસ અર્થે આરોપીઓને આમોદ પોલીસને સોંપવામાં આવ્યા છે.

Next Story