Connect Gujarat
ગુજરાત

ભરૂચ:વાલિયા ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટીપર્પસ સોસાયટીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે પૃથ્વીરાજસિંહ ગોહિલનો વિજય

વાલિયા ગામમાં આવેલ પ્રભાત જીન સ્થિત વાલિયા ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટીપર્પસ સોસાયટી પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ ખાતે ગત

ભરૂચ:વાલિયા ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટીપર્પસ સોસાયટીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે પૃથ્વીરાજસિંહ ગોહિલનો વિજય
X

વાલિયા ગામમાં આવેલ પ્રભાત જીન સ્થિત વાલિયા ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટીપર્પસ સોસાયટી પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ ખાતે ગત તારીખ-17મી ઓગસ્ટના રોજ સાધારણ સભા મળી હતી જેમાં મંડળીની કાર્યરત કમિટીની મુદ્દત ૨૩/૧૦/૨૧ના રોજ પૂર્ણ થઈ રહી છે જેને લઈ આગામી પાંચ વર્ષ માટે નવી કમીટીના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે જે કમિટીમાં વાલીયા ગામના ચાર સભ્યો,ઘોડા ગામનો-1 અને હીરાપોર ગામના-4 તેમજ નલધરી ગામના-૧,બાડાબેડા ગામના-૧ મળી 11 સભ્યોની બીનહરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે મેરા ગામમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રદીપસીંહ સોલકી અને દેવેન્દ્રસિંહ સોલકી વિજેતા જાહેર થયા હતા.જે બાદ આજરોજ પ્રમુખના હોદ્દા માટે ચૂંટણી કરવામાં આવી હતી જેમાં હરેન્દ્રસિંહ ખુમાનસિંહ ખેર અને પૃથ્વીરાજસિંહ અજીતસિંહ ગોહિલ વચ્ચે જંગ ખેલાયો હતો આ ચૂંટણીમાં હરેન્દ્રસિંહ ખેરને 6 અને પૃથ્વીરાજસિંહ ગોહિલની 9 મત મળતા તેઓ ત્રણ મતેથી વિજય થતા તેઓના ટેકેદારોએ ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા.પ્રમુખ તરીકે ચૂંટાયેલા પૃથ્વીરાજસિંહ ગોહિલે સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story