Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઝઘડીયાના સારસા ગામેથી રાજપારડી પોલીસે રૂ. 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 ઇસમોની અટકાયત કરી

ભરૂચ : ઝઘડીયાના સારસા ગામેથી રાજપારડી પોલીસે રૂ. 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 ઇસમોની અટકાયત કરી
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે મધુમતી ખાડી નજીકથી રાજપારડી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું હતું. રાજપારડી પોલીસે રૂપિયા 8 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 5 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, રાજપારડી પોલીસ કાફલો પેટ્રોલીંગમાં ગાતો તે દરમ્યાન બાતમીના આધારે ઝઘડીયા તાલુકાના સારસા ગામ નજીક આવેલ મધુમતી ખાડી પાસે બાવળીયામાં કેટલાંક ઈસમો પાના-પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા, ત્યારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દોરોડો પાડી રોકડ રકમ તેમજ મુદ્દામાલ સહિત આરોપી (1) રાજેશ લાખપત વસાવા, (2) દીપક જગદીશ વસાવા, (3) સુકલ મળીલાલ વસાવા, (4) સુરેસ સોમા વસાવા, અને (5) દશરથ બચુ વસાવા મળી કુલ 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

રાજપારડી પોલીસે આ પાંચેય ઇસમો પાસેથી રોકડ રકમ 15,220 તથા 5 નંગ મોબાઈલ કિંમત રૂ. 12,500 સહીત સ્થળ ઉપર પાર્ક કરેલ 3 ફોર વ્હીલ વાહન અને 2 મોટરસાઈકલ જેની કિંમત રૂ. 8,30,000 મળી કુલ કિંમત 8,57,720 રૂપિયાના મુદ્દામાલ સાથે 5 ઇસમોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ઝડપાયેલ આરોપીની વધુ પૂછપરછ કરતા તેઓએ સ્થળ પરથી ફરાર થયેલ (1) જીતુ ભીખા વસાવા, અને (2) શૈલેષ ઉર્ફે દામલો ઈશ્વર વસાવાના નામ જણાવ્યા હતા, ત્યારે હાલ તો રાજપારડી પોલીસે આ બન્ને ઇસમોને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story