Connect Gujarat
ગુજરાત

ભરૂચ: શ્રમ આયુક્ત કચેરીના પટાવાળાએ આચર્યું રૂ.22.11 લાખનું કૌભાંડ,વાંચો શું છે મામલો

અરજદારો પાસેથી લાયસન્સ અપાવવાના બહાને બોગસ દસ્તાવેજો ઉભા કરી 22 લાખની ઉચાપત

ભરૂચ: શ્રમ આયુક્ત કચેરીના પટાવાળાએ આચર્યું રૂ.22.11 લાખનું કૌભાંડ,વાંચો શું છે મામલો
X

ભરૂચ જિલ્લાની બહુમાળી બિલ્ડિંગમાં આવેલ લેબર કમિશનરની કચેરીમાં આઉટસોર્સિંગ કર્મચારી તરીકે પટાવાળામાં ફરજ નિભાવનારા બીપીન વસાવાએ લેબર કમિશનરને અંધારામાં રાખી કચેરીમાં આવતા અરજદારો પાસેથી લાયસન્સ અપાવવાના બહાને બોગસ દસ્તાવેજો ઉભા કરી 22 લાખની ઉચાપત કરતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ભરૂચ એ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ભરૂચની લેબર કમિશનર કચેરીના કમિશનર જયેશ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે જે ઓક્ટોબર ૨૦૧૫થી સરકારના નવા નિયમ પ્રમાણે કોઈ કોન્ટ્રાક્ટરોને લાઇસન્સ લેવું હોય તો ઓનલાઇન અરજી કરવાની રહે છે,જેના માટે કચેરીમાંથી જે કોન્ટ્રાકટરો જેટલા લેબરોનું લાઇસન્સ લેવાનું હોય તેઓએ કચેરીનો સંપર્ક કરવાનો હોય છે. સરકારના નિયમ મુજબ સિક્યુરિટી ડિપોઝિટની રકમ ભરવાની હોય તે મજૂરો લેખે જે રકમ થતી હોય તેનું ચલણ કચેરીમાંથી લેવાનું હોય છે અને કચેરી દ્વારા બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં ચલણી રકમ જમા કરવાની હોય છે.આ રકમ કોન્ટ્રાક્ટર વર્ષ પૂર્ણ થયા બાદ નિયમોનુસાર જે તે કોન્ટ્રાક્ટરને પરત કરવાની રહે છે.પરંતુ લેબર કમિશનરની કચેરીમાં જાન્યુઆરી ૨૦૧૭થી આઉટસોર્સિંગ પટાવાળા તરીકે બિપિન વસાવા ફરજ બજાવતા હતા અને તેઓ ઓમ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીના કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને બે કોન્ટ્રાક્ટરોની રિફંડની અરજી આવી હતી જેમાં એક ઉપર બેંકનું ક્લિયરિંગ તથા બીજા ચલણ પર બેન્કનો ટ્રાન્સફરનો સિક્કો લાગેલ હતો આથી આ બે સિક્કા અલગ કેમ છે અને તેનો મતલબ શું છે તે બાબતે બેંકમાં ખાતરી કરતાં બેંક તરફથી જાણવા મળ્યુ કે ક્લિયરિંગનો સિક્કો બેંકમાં ચેક જમા કરાવો ત્યારે જ આપવામાં આવે છે જ્યારે ટ્રાન્સફર નો સિક્કો જ્યારે ચેકમાં જણાવેલ રકમ જમા થાય ત્યારે લગાડી આપવામાં આવે છે, જેથી લેબર કમિશનરને શંકા થઈ થતા .આ બાબતના સ્ટેટમેન્ટ ચકાસણી કરતા કેટલા કોન્ટ્રાક્ટર દ્વારા લાયસન્સ મેળવવા માટે બેંક તરફથી રકમ ભર્યા અંગેના સિક્કા વાળા ચલણની નકલ રજુ કરેલ હતી જે રૂપિયા એકાઉન્ટમાં જમા થયેલા ન હતા. મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા 41 કોન્ટ્રાકટરો દ્વારા ઓનલાઈન કરવામાં આવેલ અરજીઓમાં બેંક ઓફ બરોડામાં રકમ જમા કરાવ્યા અંગેના બેંકના સિક્કા સ્ટેમ્પ સાથેના ચલણ હતા પણ અનામતની રકમ એકાઉન્ટમાં જમા થઇ ન હતી,જેથી સમગ્ર પ્રકરણમાં તપાસ કરવામાં આવતા કચેરીના પટાવાળાએ કૌભાંડ આચર્યું હોવાનું ફલિત થયું થતા લેબર કમિશનર તાબડતોબ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઇ ફરીયાદ નોંધાવી છે.

Next Story