Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દક્ષિણ ગુજરાત કોળી પટેલ કૃષિ સ્નાતક સ્નેહમિલન યોજાયું, કૃષિ સ્નાતકોએ ઉત્સાહભેર ભાગ લીધો…

કોળી પટેલના સીમાચિહ્ન રૂપી પ્રોગ્રામ દક્ષિણ ગુજરાત કોળી પટેલ કૃષિ સ્નાતક સ્નેહમિલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : દક્ષિણ ગુજરાત કોળી પટેલ કૃષિ સ્નાતક સ્નેહમિલન યોજાયું, કૃષિ સ્નાતકોએ ઉત્સાહભેર ભાગ લીધો…
X

કોળી પટેલના સીમાચિહ્ન રૂપી પ્રોગ્રામ દક્ષિણ ગુજરાત કોળી પટેલ કૃષિ સ્નાતક સ્નેહમિલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સદર આયોજનમાં નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલા 100થી પણ વધુ કૃષિ સ્નાતકોએ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સહ ભાગ લીધો હતો.

ડો. તુષાર પટેલ દ્વારા કોળી પટેલ સમાજના ભવ્ય અને પ્રાચીન ઇતિહાસને સભા વચ્ચે ખૂબ જ ઉત્સાહ અને ઝીણવટપૂર્વક રજૂ કર્યો. એમના દ્વારા કોળી પટેલ સમાજના ઉત્કૃષ્ટ ચરિત્રોને યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી. સાથે તેમના દ્વારા સમગ્ર સ્નેહમિલનનું પ્રેરક, પ્રોત્સાહક તેમજ ઉત્સાહ વર્ધક સંચાલન તથા એજન્ડાનું મહત્વ અને અગત્યતાથી સર્વેને વાકેફ કર્યા, માટે સર્વે સન્માનનીય સભ્યો દ્વારા એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સ્નેહમિલનના મુખ્ય અતિથિ તરીકે વર્તમાન ધારાસભ્ય (હાંસોટ-અંકલેશ્વર) તથા માજી મંત્રી ઈશ્વરસિંહ પટેલની માર્ગદર્શનનીય ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. સદર સ્નેહમિલન દરમિયાન ઉપસ્થિત કૃષિ પરિવારના સભ્યોમાં 70 ટકા સભ્યો PhD. ની વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા હતા. મોટાભાગના અધિકારી ક્લાસ વન અને સુપરકલાસ વનના પદ પર બિરાજમાન છે, અને અન્ય વડીલ મિત્રો અને ગુરુજનો આ પદ પરથી નિવૃત્ત થયેલ હતા જે આજના આયોજન શાન બની રહ્યા. સ્નેહમિલન આયોજનના ભાગરૂપે અમો દ્વારા નીચેના એજન્ડા પ્રમાણે કામગીરી કરવાનું નક્કી કર્યું હતું. કોળી પટેલ સમાજના ચિન્હ તેમજ પ્રતીક સમાન કોળી પટેલ સમાજ કૃષિ સ્નાતક ગોલ્ડ મેડલ નામનો મેડલ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયની કૃષિ શાખામાં શરૂ કરવાનું નક્કી કર્યું હતું. ખેડૂત મિત્રોને કૃષિનું આધુનિક તેમજ પ્રાસંગિક માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ જિલ્લામાં શરૂ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવી વિસ્તારના ખેડૂત મિત્રોને કૃષિનું શુદ્ધ અને પ્રમાણિત બિયારણ મળી રહે સાથે શાકભાજી પિયત અને શેરડી જેવા પાકો પર સંશોધન કેન્દ્ર શરૂ કરવા માટેની કાર્યવાહી કરવી આ રીતના સ્નેહ મિલનનું આયોજન સમયાંતરે કરતા રહેવા માટે દરેકની સહમતી થઇ હતી. સ્નેહમિલન દરમિયાન ઉપસ્થિત દરેક મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કોળી પટેલ સમાજના યુવા પીએચડી ધારકોનું તથા વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરનાર દરેક ઉપસ્થિત વ્યક્તિઓનું પણ મોમેન્ટો અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. કોળી પટેલ સમાજના સ્વર્ગસ્થ કૃષિ પરિવારના સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સમગ્ર પ્રોગ્રામનું આયોજન ભરૂચ કૃષિ પરિવારના ડો. જેરામ પટેલ, ડો. તુષાર પટેલ, ડો. દિવ્યેશ પટૅલ, ડો. હિરેન પટેલ સહિત કૃષિ પરિવારના કોળી પટેલ સભ્યોનું સ્નેહમિલન કરવાનું સવિશેષ બીડું ઉપાડ્યું જેના માટે દરેક સન્માનનીય સભ્યો દ્વારા ખૂબ પ્રોત્સાહન અને અભિવાદન કરવામાં આવ્યું હતું.


Next Story