ભરૂચ: વાલિયામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, 48 કલાક અતિભારે વરસાદની આગાહી !

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાલીયા પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો

New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાલીયા પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો આગામી 48 કલાક હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવ વચ્ચે ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો કુલ નવ પૈકી આઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ વાલીયામાં પાંચ ઇંચ નોંધાયો હતો ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 3 મી.મી,આમોદ  7 મી.મી.,વાગરા 9 મી.મી.,ભરૂચ 1.5 ઇંચ,ઝઘડિયા  1.5 ઇંચ,અંકલેશ્વર  1 ઇંચ,હાંસોટ  0 મી.મી. અને વાલિયા  5 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમની અસર થતા હવામાન વિભાગે આગામી 48 કલાક માટે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

#Bharuch News #Valia #CGNews #Heavyrain #Bharuch #Rain Fall
Here are a few more articles:
Read the Next Article