ભરૂચ : આમોદ-જંબુસર રોડ પર બત્રીસી નાણાં પાસેથી મળી આવેલ અજાણી કિશોરીનું આમોદ પોલીસે પરિવાર સાથે કરાવ્યુ સુખદ મિલન

કિશોરીને આમોદ પોલીસ મથકે લાવવામાં આવી હતી, જ્યાં મહિલા પોલીસ કર્મચારી હીરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા કિશોરીને પુછતાછ કરતા કિશોરીએ પોતાનું નામ જાનકી રાઠવા જણાવ્યુ હતું.

Amod Police
New Update

ભરૂચ : આમોદ-જંબુસર રોડ પર બત્રીસી નાણાં પાસેથી મળી આવેલ અજાણી કિશોરીનું આમોદ પોલીસે પરિવાર સાથે કરાવ્યુ સુખદ મિલન ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલી અજાણી કિશોરીનું પરિવાર સાથે ગણતરીના કલાકોમાં જ આમોદ પોલીસે સુખદ મિલન કરાવ્યુ હતું. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, તા. ગત તા. 6 ઓગષ્ટના રોજ ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર રોડ પર આવેલ બત્રીસી નાણાં પાસે આમોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI શંકરભાઈ માવજીભાઈ ટ્રાફિકની કામગીરી કરતા હતા. 

તે દરમિયાન બત્રીસી નાણાં પાસેથી અજાણી કિશોરી પસાર થતા, તેને રોકીને પૂછતાછ કરતા તેને પોતાનું નામ જણાવ્યુ નહીં અને ગભરાઈ ગયેલ હતી. જેથી કિશોરીને આમોદ પોલીસ મથકે લાવવામાં આવી હતી, જ્યાં મહિલા પોલીસ કર્મચારી હીરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા કિશોરીને પુછતાછ કરતા કિશોરીએ પોતાનું નામ જાનકી રાઠવા જણાવ્યુ હતું.

પરંતુ પુરૂ નામ અને સરનામું જાણવા નહીં મળતા કિશોરીના વાલી-વારસની હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સોશિયલ મીડિયા મારફતે સમાચાર પ્રસારિત કરાતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અટાલી ગામના સાહિલ પિયુષની વાડીમાં કામ કરતા હિતેશ જગન રાઠવાની દીકરી હોવાનું માલૂમ પડતાં આમોદ પોલીસે ખરાઈ કરી તેના પરિવારને સોંપી સુખદ મિલન કરાવ્યું હતું.

#Bharuch Police #Bharuch News #Amod police #Gujarati News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article