અંકલેશ્વર: જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં ૩૩ શાળાના ૯૦૦ બાળકોઓ લીધો ભાગ

ભરૂચના ઉપક્રમે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ, જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટીકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું

a
New Update
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભરૂચના ઉપક્રમે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ, જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટીકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન અંકલેશ્વર મા શારદા ભવન હોલ, ખાતે ધારાસભ્ય  ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટીકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધામાં બાળકો સામેલ થયા હતા.આ પ્રસંગે, મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 

૩૩ જેટલી અલગ-અલગ શાળાઓના ૯૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો 

બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં લોક નૃત્ય, સમુહગીત તથા  લોકવાદ્ય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધકોએ અવનવા લોકગીતો પર ઉપસ્થિતોને મન મુકીને ડોલાવ્યા હતા. જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટીકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની ૩૩ જેટલી અલગ-અલગ શાળાઓના ૯૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ હીર ઝળકાવ્યું હતું.  સમગ્ર કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
#district level youth festival #Ankleshwar #CGNews #Gujarat #Bharuch #participated
Here are a few more articles:
Read the Next Article