અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ગામ નજીક જુગાર રમતા 3 જુગારીને ઝડપી પાડ્યા, રૂ.1.43 લાખનો મુદ્દામાલ જપ્ત

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૩૨ હજાર અને ચાર ફોન મળી કુલ ૧.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરી 3 જુગારીને ઝડપી પાડ્યા

New Update
Bharuch LCB Arrest Gamblers
ભરૂચ એલસીબીએ ખરોડ વેલ્ફેર હોસ્પિટલ સામે આવેલ ઓરડીમાંથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓને રૂ.૧.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
Advertisment
ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહીત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સંજાલી ગામના હોલી ચકલા ખાતે રહેતો ઇકબાલ શાબીર શેખ ખરોડ વેલ્ફેર હોસ્પિટલ સામે આવેલ પોતાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૩૨ હજાર અને ચાર ફોન મળી કુલ ૧.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ઇકબાલ શાબીર શેખ,પ્રહલાદ દીનાનાથ શાહ,કુમાર ઇન્દ્રબહાદુરને ઝડપી પાડ્યો હતો.
Advertisment
Latest Stories